તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમાણપત્ર:ઉનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એન્સોરન્સનું પ્રમાણપત્ર એનાયત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન 94.4 ટકા ગુણ હાંસલ કર્યાં

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને આપવા બદલ ઉનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલીટી એન્સોરન્સ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. તેમાં દરરોજ કેટલા દર્દીઓ ઓપીડી અને આઇપીડી સારવાર લેશે. કેટલી ડિલેવરી કરવામાં આવે છે સહિતની માહિતીના આધારે ઓનલાઇન ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તેમાં ઉનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 94.4 ટકા ગુણ મળ્યા હતા.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની કુલ-25 જેટલી યોજનાઓ ચલાવાઈ રહી છે. આરોગ્યની આ યોજનાઓને ખરા અર્થમાં ગ્રામ્ય વિસ્તારના લોકો તેનો લાભ લે તે માટે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની માતા-બાળકો તેમજ વડિલોને લગતી આરોગ્ય સેવાઓનો લાભ લોકો લેતા કરવા બદલ નેશનલ ક્વોલીટી એન્સોરન્સ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

જિલ્લાના ઉનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર એનાયત કરતા પહેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડેઇલી કેટલી ઓપીડી અને આઇપીડી આવે છે. તેમાં દર્દીઓની વધારો થાય છે. કેટલા દિવસમાં દર્દીને બિમારીમાંથી સાજા થાય છે. નિયમિત દવા લેવા દર્દીઓ આવે છે કે નહી સહિતના તમામ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબાના ગામોમાંથી મમતા દિવસે સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ, બાળકોને પોષણયુક્ત આહાર કેટલાને આપવામાં આવે છે. પોષણયુક્ત આહાર ખાધા પછી બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓમાં કુપોષણમાં કેટલા ટકા સુધારો આવ્યો સહિતના પાસાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય સેવાઓને લગતી તમામ બાબતોની ચકાસણી કર્યા બાદ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું. તેમાં ઉનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 96.4 ટકા ગુણ હાંસલ કર્યા હતા. અગાઉ જિલ્લાના પુંધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું. આથી જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પ્રમાણપત્ર મળતા જિલ્લા આરોગ્ય તંત્રની સારી કામગીરીની છાપ ઉભી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...