કૌભાંડોની તપાસ:ગાંધીનગરમાં IASના ઠેકાણે કેન્દ્રીય એજન્સીનું સર્ચ ઓપરેશન

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે આઈએએસના ઘરે એજન્સીએ ધામા નાખ્યા

ગુજરાતના એક આઈએએસ અધિકારીને ત્યાં મોડી રાત્રે સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાની વાત બહાર આવી છે. એજન્સીએ આ અધિકારીની પુછપરછ કરી તેમજ તેમના લોકર્સ તથા અન્ય સંપતિ અંગે પણ વિગતો માગી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા એક મીડલ લેવલ સિનિયોરિટીના આઈએએસ અધિકારીને ત્યાં આ એજન્સીઓ સાંજે 8 વાગ્યા પછી પહોંચી હતી. જેમાં સીબીઆઈ અને ઈનકમ ટેક્સનું આ જોઈન્ટ સર્ચ ઓપરેશન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ અધિકારીના જૂના પોસ્ટિંગ દરમિયાનના કેટલાક કૌભાંડોની તપાસ માટે આ એજન્સીઓ આવી છે.

આ એજન્સીઓએ અધિકારી વિરુદ્ધ તપાસ ચલાવવા માટે ગુજરાત સરકારની પરવાનગી લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. અઢી કલાક જેટલી પૂછપરછ અને સર્વે દરમિયાન શું વિગતો બહાર આવી તે જાણવા મળ્યું નથી પરંતુ, આ અધિકારીએ રાજકિય સાઠગાંઠ સાથે એક મોટું કૌભાંડ આચર્યું હોવાનું પણ અગાઉ બહાર આવ્યું હતું તે બાબતને લઈને જ સેન્ટ્રલ એજન્સી વધુ તપાસ માટે આ અધિકારીને ત્યાં આવી હતી.

સેન્ટ્રલ એજન્સીના આ સર્ચ ઓપરેશનને કારણે મોડી રાત સુધી ગુજરાતના સિનિયર બાબુઓ પણ પૃચ્છા કરતા રહ્યાં હતા, જોકે મોટાભાગના સિનિયર અધિકારીઓ આ સર્ચ ઓપરેશનથી અજાણ હોવાનું જણાવતા રહ્યા હતા. હવે સેન્ટ્રલ એજન્સી આ તપાસની વિગતો કેન્દ્ર સરકારમાં રજૂ કરશે તે પછી સરકાર આ અધિકારી વિરુદ્ધ પગાલાં લઈ શકે છે, જેમાં ફોજદારી રાહે કાર્યવાહી પણ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...