તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સેક્ટરોમાં કેન્ટેનર મૂકી દૂધનું વેચાણ કરતી ગાંધીનગર ડેરી સામે કેન્દ્ર સંચાલકોનો વિરોધ

ગાંધીનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દૂધ વિતરણ કરનારા લોકોએ માર્ગ મકાન વિભાગને પત્ર લખ્યો

ગાંધીનગરમાં દૂધના વિતરણ માટે દરેક સેક્ટરમાં કેન્દ્ર આપવામાં આવ્યા છે અને છેલ્લા 45 વર્ષથી આ સંચાલકો દૂધનું વિતરણ કરે છે ત્યારે ગાંધીનગર ડેરી દ્વારા સેક્ટરોમાં કન્ટેનરો મૂકીને દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સના વિતરણ માટેની પ્રક્રિયા શરૂ કરતા કેન્દ્ર સંચાલકો દ્વારા તેનો વિરોધ કરીને ડેરીને કન્ટેનર મૂકતા અટકાવવા માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયરને પત્ર લખ્યો છે.

સે-5 અને સે-7 સહિત વિવિધ સેક્ટરોમાં દૂધ કેન્દ્રો ચલાવતા સંચાલકોએ જણાવ્યું છે કે ગાંધીનગર દૂધ વાપરનારાઓની સહકારી મંડળી દ્વારા દૂધના વિતરના કન્દ્રો ફાળવવાની કામગીરી કરાઈ રહી છે. મંડળી દ્વારા સેક્ટરોમાં દૂધ વિતરણ માટે કેબિનો મૂકવા અનેક વખત સરકારમાં રજૂઆત કરાઈ છે.ડેરી દ્વારા સેક્ટરોમાં જૂદી જૂદી જગ્યાએ કન્ટેનર મૂકીને દૂધ અને દૂધની બનાવટોે અન્યી ચીજ વસ્તુઓ વેચાણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ રીતે કન્ટેનર મૂકીને વિતરણની કામગીરી ડેરી તરફથી શરૂ કરવામાં આવે તો વર્ષોથી દૂધ વિતરણની કામગીરી કરનારા કેન્દ્ર સંચાલકો ગુજરાન ચલાવે છે તેમને ભયંકર નુકસાન થાય તેમ છે. આથી ગાંધીનગર ડેરીને કન્ટેનર મૂકવાની મંજૂરી આપવાન બદલે ગાંધીનગર દૂધ વાપરનારાઓની સહકારી મંડળીને કન્ટેનર મૂકીને દૂધ વિતરણની મંજૂરી આપવા રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો