તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:કઝાકિસ્તાન કોન્સ્યુલેટ કચેરી દ્વારા ન્યુક્લિયર ટેસ્ટ વિરોધ ડેની ઉજવણી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવેન્દ્રસિંહ ચાવડા, દિલીપ ચંદન, અનિલ ધાર સહિતના મહાનુભાવો હાજર રહ્યાં

ગાંધીનગર સ્થિતિ કઝાકિસ્તાનની કોન્સ્યુલેટ કચેરીમાં રવિવારે ન્યુક્લિયર ટેસ્ટ વિરોધ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

દર વર્ષે 29મી ઓગસ્ટના રોજ ન્યુક્લિયર ટેસ્ટના વિરોધમાં યુનાઈટેડ નેશન દ્વારા ન્યુક્લિયર ટેસ્ટ વિરોધ ડે ઉજવવામાં આવે છે. આ ડે સેલિબ્રેશનની શરૂઆત કઝાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. આ દિવસે કઝાકિસ્તાન દ્વારા પોતાની સૌથી મોટી પરમાણું ટેસ્ટ સાઈડ બંધ કરી દેવામાં આવી હતી.

બીજી તરફ આ વર્ષે કઝાકિસ્તાન 30મો આઝાદી દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે ગાંધીનગર સ્થિતિ કઝાકિસ્તાનની કોન્સ્યુલેટ ઓફીસ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખાસ ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, કઝાકિસ્તાનની ગાંધીનગર સ્થિતિ કચેરીના કોન્સ્યુલેટ દિલીપ ચંદન, કચેરીના એડવાઈઝર અને નિવૃત આઈઆરએસ અનિલ ધાર સહિત અન્ય અગ્રણી ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...