તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Charasi Man Caught Setting Fire At Police 'Pota Hut' Outpost Near Gandhinagar Secretariat Gate, Bathed In River For Four Hours Before Setting Fire

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગાંધીનગર સચિવાલયના ગેટ પાસે પોલીસની 'પોટા હટ' ચોકીમાં આગ લગાડનાર ચરસી શખ્સ ઝડપાયો, આગ લગાવતા પહેલા ચાર કલાક નદીમાં નાહ્યો હતો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ ત્રણ સ્થળોએ વનરાજી વિસ્તારમાં આગ લગાડી વિકૃત આનંદ માણ્યો હતો
  • રજનીકાંત સ્ટાઈલ માં દિવાસળી સળગાવીને ચોકીને આગ લગાડી હતી

ગાંધીનગરના હાર્દ સમા ચ રોડ પર વિધાનસભા પાસેના સચિવાલયના ગેટ નંબર 7 પાસે ગઇરાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જે અન્વયે આજે ગાંધીનગર પોલીસે વીસેક જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી સેક્ટર 6માં રહેતા 51 વર્ષીય શખ્સની ધરપકડ કરી લીધી છે.

પોલીસની 'પોટા હટ' ચોકીમાં આગ લગાડી વિકૃત આનંદ મેળવતો હોવાનું સામે આવ્યું

જેમાં પૂછપરછમાં આગને અંજામ આપતા પહેલા તે ઇન્દ્રોડા પાસેની સાબરમતી નદીમાં ચાર કલાક નાહ્યા બાદ ચાલતો ચાલતો સચિવાલય આવીને રજનીકાંત સ્ટાઈલમાં પોલીસની 'પોટા હટ' ચોકીમાં આગ લગાડી વિકૃત આનંદ મેળવતો હોવાનું ખુલવા પામ્યું હતું. આ અંગે સેકટર-7 પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગરના વિધાનસભા પાસેના સચિવાલયના ગેટ નંબર 7 આગળ ગઈકાલે રાત્રે પોલીસની પોટા હટ ચોકીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ બે ગાડીઓ સાથે દોડી જઈ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.

પોલીસ ધ્વારા જુદા જુદા સ્થળોના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા
પોલીસ ધ્વારા જુદા જુદા સ્થળોના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા

માણસા રંગપૂરનાં વિજયસિંહ ચાવડાને ઝડપી લઇ પોલીસે રાહતનો દમ લીધો

આ બનાવના પગલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગંભીર નોંધ લઇ આગ કેવી રીતે લાગી તેની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જેના પગલે ગઇ રાતથી જ લોકલ ક્રાઈમ બ્રાંચ સેક્ટર 21, સેક્ટર-7 પોલીસના અધિકારીઓ તેમજ સર્વેલન્સ સ્કોડની ટીમ કામે લાગી ગઈ હતી. જેની ફળશ્રુતિ આગ લગાડનાર સેક્ટર-6 બી પ્લોટ નંબર 484/1 મૂળ માણસા રંગપૂરનાં વિજયસિંહ ચાવડાને ઝડપી લઇ પોલીસે રાહતનો દમ લીધો હતો.

પ્રથમ દ્રષ્ટિએ આગ કુદરતી નહીં હોવાનું પોલીસે અનુમાન કર્યું હતું

પોલીસની પોટા હટ ચોકીમાં આગની ઘટના બનતા ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ જ આ આગ કુદરતી નહીં હોવાનું ખ્યાલ આવી ગયો હતો. જેના પગલે આગ લગાડનાર શખ્સને શોધી લેવા માટે અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી

અલગ અલગ વિસ્તારના વીસેક જેટલાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ આરોપી ઝડપાયો

આગની ઘટનાને ગંભીરતાથી લઇ પોલીસની એક ટીમ સીસીટીવી ફૂટેજની ચકાસણીની કામગીરીમાં લાગી ગઈ હતી. સચિવાલયના ગેટ નંબર 7 વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિત આસપાસના જુદા જુદા સ્થળોના પણ ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં આગની ઘટના પહેલા એક શખ્સ પોલીસની પોટા હટ ચોકી પાસે શંકાસ્પદ રીતે ફરતો હોવાનું ધ્યાને આવ્યું હતું.

નદીમાં ચાર કલાક નાહ્યા પછી આગની ઘટનાને અંજામ આપ્યો

પોલીસે વિજય ચાવડાની ધરપકડ કર્યા બાદ તેની વૈજ્ઞાનિક ઢબે પણ પૂછપરછ કરી હતી. જેમાં તેણે ગઇકાલે પણ દિવસ દરમિયાન બે સ્થળોએ વનરાજી વિસ્તારમાં આગ લગાવી દીધી હતી. તેમજ ભૂતકાળમાં પણ તેની પાડોશમાં રહેતા રહીશની કારને પણ આગ ચાંપી હોવાની કબૂલાત કરી હતી. ગઈકાલે દિવસ દરમિયાન વિકૃત આનંદ મેળવવા માટે વનરાજી વિસ્તારમાં રજનીકાંત સ્ટાઈલમાં દીવાસળી સળગાવીને કચરાના ઢગલાઓમાં આગ લગાવ્યા બાદ તે ચાલતો ચાલતો ઇન્દ્રોડા પાસેની સાબરમતી નદીએ ગયો હતો. જ્યાં ચાર કલાક સુધી નદીમાં નાહ્યા પછી પરત ચ રોડ ઉપર આવ્યો હતો. અને ચોકીમાં અંદર જઈને રજનીકાંત સ્ટાઈલમાં જ દીવાસળી ફેંકીને આગ ચાપી વાવોલ જઈ પોતાના ઘરે જતો રહ્યો હતો.

સેકટર-6 નાં અપના બજાર પાસે બેસી નિયમિત ગાંજો પીવે છે

પોલીસના સકંજામાં આવી ગયેલ વિજય ચાવડા નિયમિત રીતે સેક્ટર-6ના અપના બજાર પાસે તેના મિત્રો સાથે બેસીને ચલમમાં ગાંજો ભરીને પીવે છે. અહીં પણ વિજય તેના મિત્રો તેમજ આસપાસના લોકોમાં રોલો પાડવા રજનીકાંત સ્ટાઈલમાં દીવાસળી સળગાવતો અવાર નવાર જોવા મળતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો