તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગાંધીનગરના કલોલમાં જુગાર રમતા ચાર શકુનિઓ ઝડપાયા, એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કલોલની શ્રીનાથ સોસાયટીમાંથી ઝડપાયા આરોપીઓ
 • બાતમીના આધારે પોલીસે રેડ કરી

ગાંધીનગરના કલોલમાં આવેલી શ્રીનાથ સોસાયટીમાં સેન્ટીંગના સામાનના ઘોડાઓની ઓડીમાં જુગાર રમતા ચાર શકુનિઓને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લઇ રૂ. 72 હજાર 480 રોકડાં, ચાર મોબાઇલ, ગંજીપાનાં મળી કુલ 1 લાખ 5 હજાર 480 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજ્ય પોલીસ વડા દ્વારા પ્રોહીબીશન અને જુગારની ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગાંધીનગર એલસીબીના ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ઝાલાએ પોતાની ટીમોને જિલ્લામાં સઘન પેટ્રોલીંગ હાથ ધરી દારૂ અને જુગારના સફળ કેસો કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે મુજબ ગઈકાલે એલસીબીના પીએસઆઇ ડી એસ રાઓલ પોતાની ટીમ સાથે કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એએસઆઈ ધર્મેન્દ્રસિંહ તેમજ કોન્સ્ટેબલ રાજવીરસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે કલોલના ઇફકો નગર સોસાયટીમાં રહેતા અરજણભાઈ બાબુભાઈ પ્રજાપતિ અન્ય ઇસમો સાથે કલોલની શ્રીનાથ સોસાયટીમાં જુગાર રમી રહ્યો છે.

જેના પગલે એલસીબીની ટીમ શ્રીનાથ સોસાયટીમાં દોડી ગઇ હતી અને સોસાયટીના સેન્ટીંગના સામાનના ગોડાઉનની ઓરડીમાં રેડ કરી હતી. પોલીસ ટીમ ત્રાટકતા જ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે, પોલીસે સોસાયટીના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, જેથી જુગારીઓને ભાગવામાં સફળતા મળી ન હતી.

આ અંગે ઇન્સ્પેક્ટર ઝાલાએ જણાવ્યું હતું કે, રેડ દરમિયાન અરજણ પ્રજાપતિ, પરબત વેલજીભાઈ પ્રજાપતિ (રહે શ્રીનાથ સોસાયટી મૂળ રાપર કચ્છ), સુખદેવ દામજીભાઈ પ્રજાપતિ (રહે શ્રીનાથ સોસાયટી કલોલ) તેમજ સુરેશ માવજીભાઈ પ્રજાપતિ (રહે શ્રીનાથ સોસાયટી)ને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરોક્ત જુગારીઓ પાસેથી રૂ. 72480 રોકડાં, ગંજીપાના, ચાર મોબાઇલ મળી 1 લાખ 5 હજાર 480નો મુદ્દામાલ કબ્જે લઇ તેમના વિરોધ કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો