તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દહેગામમાં નવા 3 કોરોનાના કેસ, વધુ 7851એ રસી લીધી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે મમતા દિવસે રસીકરણ બંધ રહેશે

છેલ્લા દસેક દિવસથી વેક્સિનનો ડોઝ ઓછા આપતા હોવાની બૂમ પડતી હતી. ત્યારે મમતા દિવસ નિમિત્તે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 7મી, બુધવારના રોજ જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારના વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવી છે.

કોરોનાની બીજી લહેરમાં વેક્સિન લેનારને ઓછી અસર થઇ હતી. આથી કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં 60 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. ઉપરાંત ગત તારીખ 21મી, જુન પછી સમગ્ર રાજ્યમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનથી 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સતત બીજા દિવસે પણ મનપા વિસ્તારમાંથી એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે જિલ્લાના દહેગામ તાલુકાના સાણોદા ગામમાંથી 3 કેસ નોંધાયા છે. આથી કોરોનાના કુલ કેસનો આંકડો 20059એ પહોંચ્યો છે. દહેગામ તાલુકાના સાણોદાના 54 વર્ષીય અને 50 વર્ષીય ખેડુત, 72 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાયા છે.

જ્યારે વધુ 4 વ્યક્તિઓ સાજા થતા કોરોનાને હરાવનારનો આંકડો 18454એ પહોંચ્યો છે. જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારના કુલ 45 સેન્ટરોમાંથી મંગળવારે 7851 વ્યક્તિઓએ કોરોનાની રસી લીધી છે. તેમાં મનપા વિસ્તારના 10 સેન્ટર ઉપર 2902 અને ચારેય તાલુકાના 35 સેન્ટરોમાંથી 4949 લાભાર્થીઓએ વેક્સિન લીધી છે.

અન્ય સમાચારો પણ છે...