તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગાંધીનગરમાં 127 દિવસ પછી 24 કલાકમાં કોરોનાના નવા 65 કેસ, મનપા વિસ્તારમાં 47 કેસ અને 5 દર્દીના મોત

ગાંધીનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં અત્યાર સુધીમાં 1.30 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ

જિલ્લામાં નવા 56 સાથે કુલ કેસ 9180એ પહોંચ્યા છે. છેલ્લા 127 દિવસના લાંબા વિરામ બાદ નવા 65 કેસ નોંધાયા છે. તેમાંથી મહાનગર પાલિકા વિસ્તારમાંથી વધુ 47 કેસ અને 5 દર્દીઓના મોત નિપજ્યા છે. જોકે કોરોનાની મહામારીમાં પ્રથમ વખત છેલ્લા 24 કલાકમાં સારવાર લઇ રહેલા કોરોનાના 12 દર્દીઓના મોતથી કુલ આંકડો 671એ પહોંચ્યો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત પામેલા દર્દીઓમાંથી ત્રણ યુવા વયના, 5 વૃદ્ધો અને 4 આધેડ વયના દર્દીઓ છે. 38 વર્ષથી 80 વર્ષના દર્દીઓના મોતથી હડકંપ મચી જવા પામ્યો છે. જ્યારે અન્ય જિલ્લાના અમદાવાદ તેમજ અરવલ્લીના દર્દીઓના પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જોકે દર્દીઓના મોત કોરોનાથી કે અન્ય બિમારીથી થયું તેનું સાચુ કારણ તો ડેથ ઓડિટ બાદ જ બહાર આવશે.

કોરોનાના વધતા જતા કેસને પગલે માત્ર વીસેક દિવસમાં જ એક્ટીવ કેસનો આંકડો ડબલ થયો છે. તેમાં હાલમાં એક્ટીવ કેસનો આંકડો 589એ પહોંચ્યો છે. સારવાર દરમિયાન વધુ 38 સહિત અત્યાર સુધી જિલ્લાના 7920 દર્દીઓ સાજા થયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં કોરોનાના 180 દર્દીઓ દાખલ થતાં કોવિડ વોર્ડમાં હાલમાં 280 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોરોનાના દર્દીઓ વધતા જ સિવિલ હોસ્પિટલના પાંચમા માળે પણ નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 1.30 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ
જિલ્લામાં અત્યાર સુધીમાં 1.30 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ

મનપા વિસ્તારમાં મહિલા પોલીસ ,શિક્ષિકાને કોરોના
મનપા વિસ્તારમાં સરગાસણમાંથી 35 વર્ષીય, 40 વર્ષીય, 46 વર્ષીય, 25 વર્ષીય, 38 વર્ષીય 5 યુવાનો, 28 વર્ષીય વિદ્યાર્થી, 55 વર્ષીય ખેડુત, પેથાપુરની 85 વર્ષીય ગૃહિણી, રાયસણની 43 વર્ષીય ગૃહિણી, કુડાસણમાંથી 37 વર્ષીય યુવાન, 21 વર્ષીય વિદ્યાર્થીની, 81 વર્ષીય વૃદ્ધ, 77 વર્ષીય ગૃહિણી, કોબાની 61 વર્ષીય ગૃહિણી, ભાટમાંથી 45 વર્ષીય અને 35 વર્ષીય ગૃહિણીઓ, રાંધેજાની 28 વર્ષીય યુવતી, સેક્ટર-25ની 59 વર્ષીય ગૃહિણી, સેક્ટર-30માંથી 58 વર્ષીય અને 49 વર્ષીય બે આધેડ, 42 વર્ષીય અને 84 વર્ષીય ગૃહિણીઓ, સેક્ટર-20માંથી 43 વર્ષીય યુવાન, 43 વર્ષીય સેવક, ધોળાકુવાના 60 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-29ની 54 વર્ષીય ગૃહિણી, સેક્ટર-2ના 63 વર્ષીય વૃદ્ધ, સે-6માંથી 80 વર્ષીય વૃદ્ધ,40 વર્ષીય શિક્ષિકા, સેક્ટર-21માંથી 32 વર્ષીય કમાન્ડો, 57 વર્ષીય ગૃહિણી, સેક્ટર-24માંથી 52 વર્ષીય અને 72 વર્ષીય ગૃહિણીઓ, 72 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-20ના 43 વર્ષીય સેવક, સેક્ટર-17ની 32 વર્ષીય ગૃહિણી, સેક્ટર-4ના 35 વર્ષીય બેન્ક કર્મચારી, સેક્ટર-15ની 72 વર્ષીય ગૃહિણી, સેક્ટર-27ની 69 વર્ષીય અને 52 વર્ષીય ગૃહિણીઓ, સેક્ટર-13ના 54 વર્ષીય આધેડ, સેક્ટર-26માંથી 90 વર્ષીય મહિલા, 49 વર્ષીય આધેડ, 43 વર્ષીય યુવાન, સેક્ટર-12ના 30 વર્ષીય મહિલા પોલીસ, સે-7માંથી 47 વર્ષીય શિક્ષિકા, 45 વર્ષીય યુવાન, સેક્ટર-8ના 82 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે.

જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી નવા 18 કેસ નોંધાયા
તાલુકામાં સરઢવમાંથી 42 વર્ષીય ગૃહિણી, 45 વર્ષીય ખેડુત, દશેલામાંથી 60 વર્ષીય ખેડુત, 27 વર્ષીય ગૃહિણી, 31 વર્ષીય યુવાન, માધવગઢની 42 વર્ષીય મહિલા, સાદરાનો 32 વર્ષીય યુવાન, અડાલજની 67 વર્ષીય ગૃહિણી કોરોનાગ્રસ્ત થઇ છે. કલોલમાં નગરપાલિકા વિસ્તારની 22 વર્ષીય યુવતી, ધમાસણમાંથી 55 વર્ષીય અને 63 વર્ષીય બે ખેડુતો, ધાનજમાંથી 29 વર્ષીય અને 35 વર્ષીય 2 યુવાનો કોરોના. દહેગામમાં પાલેયામાંથી 36 વર્ષીય ખેડુત, 34 વર્ષીય ગૃહિણી, 44 વર્ષીય વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માણસા માં મહુડીના 40 વર્ષીય ખેડુત, પુધરાનો 36 વર્ષીય યુવાન કોરોના થયો છે.

રેમડેસીવીર ઇન્જેક્શનનો સ્ટોક ખલાસ થતાં હાલાકી
કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને આપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શન જિલ્લાના એકપણ મેડિકલ સ્ટોર્સમાં નહી મળતા દર્દીઓને હાલાકી પડી રહી છે. 2 દિવસથી એકપણ મેડિકલ સ્ટોર્સમાં રેમડેસીવીર ઇન્જેક્શન ઉપલબ્ધ નથી. જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ માનસિંગભાઇ ચૌધરીને પુછતા જણાવ્યુ, કે ઇન્જેક્શનની એક્સપાયરી ડેટ 6 માસની હોય છે. કોરોનાના કેસ ઘટતાં ઇન્જેક્શનનો સ્ટોક કોઇ જ વેપારી રાખતા નહી હોવાથી હાલમાં અછત છે. 15 દિવસ પહેલાં પ્રતિ ઇન્જેક્શનનો ભાવ પહેલાં 2800હતો. જ્યારે હાલમાં 899 કરતા સ્ટોર્સવાળા સ્ટોક રાખતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો