તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વૈષ્ણોદેવી સર્કલ પાસેથી મોડીરાતે એક હજાર લીટર દેશીદારૂનાં જથ્થા સાથે કાર ચાલક ઝડપાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બુટલેગરને ઝડપી લઈ રૂ. 1 લાખ 22 હજાર 100નો મુદ્દામાલ જપ્ત કર્યો

અડાલજના વૈષ્ણોદેવી સર્કલ પરથી ગઈ મોડી રાત્રે પૂર્વ બાતમીના આધારે એક હજાર લીટર દેશી દારૂનાં જથ્થાની કારમાં હેરાફેરી કરનાર બુટલેગરને ઝડપી લઈ રૂ. 1 લાખ 22 હજાર 100નો મુદ્દામાલ જપ્ત કરી અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગરના અડાલજ પોલીસ મથકનો હદ વિસ્તાર ગાંધીનગર, અમદાવાદ તેમજ કલોલ હાઇવે એમ ત્રિવેણી સંગમ હોવાના કારણે દેશી વિદેશી દારૂની હેરાફેરી કરવા માટેનો સોફ્ટ રસ્તો બુટલેગરો માટે બની ગયો છે. ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ધ્વારા અત્રેના વિસ્તારમાંથી થતી દારૂની હેરફેર પર અંકુશ મેળવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

ગઈકાલે મધરાતે અડાલજ પોલીસના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવને બાતમી મળી હતી કે, કલોલ તરફથી આવી રહેલી સફેદ કારમાં દેશી દારૃના મોટા જથ્થાની હેરફેર થવાની છે. જે કાર કલોલ થઇ વૈષ્ણોદેવી સર્કલથી અમદાવાદ તરફ જવાની હોવાની પણ ચોક્કસ બાતમી મળી હોવાથી તુરંત સ્ટાફના માણસોને વૈષ્ણવો દેવી સર્કલ પર વોચ ગોઠવી દેવા તેઓએ સૂચનાઓ આપી દીધી હતી.

જેનાં પગલે પોલીસ કાફલો વૈષ્ણોદેવી સર્કલને ચારે તરફથી કોર્ડન કોર્ડન કરી વોચ ગોઠવાઈ ગયો હતો. ત્યારે બાતમી મુજબની કાર આવી પહોંચતા જ તેને અટકાવી દેવામાં આવી હતી. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં અંદરથી દેશી દારૃના કોથળાઓ મળી આવ્યા હતા. જેથી પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રૂપેશ રમેશભાઈ નટ (રહે છાપરા કાળીગામ અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.

તેમની કડકાઈથી પૂછતાંછ કરતા કલોલના રમણજી રઈજીજી ઠાકોર નામના બુટલેગરે ઉપરોક્ત દેશી દારૂનો જથ્થો કારમાં ભરી આપ્યો હતો. જે અમદાવાદ રાણીપના ભુપેન્દ્ર ઉર્ફે ભોપી પ્રેમાજી ભાટીને પહોંચાડવાનો હોવાની વધુમાં કબૂલાત કરી હતી. આ અંગે અડાલજ પોલીસે એક હજાર હેસી લીટર દેશી દારૂનો જથ્થો, કાર, મોબાઈલ ફોન મળીને કુલ.1 લાખ 22 હજાર 100નો મુદ્દામાલ જપ્ત કરી રૂપેશ નટની ધરપકડ કરી કલોલ તેમજ અમદાવાદના બુટલેગરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ચન્દ્રાલા પાસે રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સમાંથી બિયરના ટીન પકડાયા
રાજસ્થાન તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહેલા યુવક પાસેથી 24 નંગ બીયરના ટીન પકડાયા હતા. ચિલોડા પોલીસે યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાન તરફથી ચિલોડા તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ નંબર આરજે 30 પીએ 3452મા બીયર લઇને એક યુવક આવી રહ્યો હોવાની બાતમી ચિલોડા પોલીસને મળતા ચંન્દ્રાલા પાસે વોચમાં ગોઠવાઇ ગયા હતા.

​​​​​​​બાતમીવાળી ટ્રાવેલ્સ આવતા તપાસ કરતા 23 વર્ષિય અજીતસિંહ કતારસિંહ રાજપૂત (રહે. કેસરપુરા સરાધના, તા. પીસાગન, જિ અજમેર, રાજસ્થાન) પાસેથી 24 નંગ બીયર કિંમત રૂ.2880 સહિત કુલ 5880નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...