હવામાન:રાજ્યના સૌથી ઠંડા શહેરમાં પાટનગર બીજા સ્થાને : 5.8 ડિગ્રી સાથે નલિયા પ્રથમ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઠંડીનું જોર વધતા શરદી-ખાંસીની બિમારીના કેસ વધવાની શક્યતા

ઉત્તરીય હિમ પવનોને કારણે પાટનગરમાં ગાત્રો ગાળી નાંખતી ઠંડીનો અનુભવ નગરવાસી કરી રહ્યા છે. જેને પરિણામે માત્ર પાંચ દિવસમાં સીઝનની રેકોર્ડ બ્રેક ઠંડીથી નગરવાસી ઠુંઠવાયા છે. રાજ્યભરના ઠંડા શહેરમાં પાટનગર બીજા ક્રમે રહ્યું હતું. જ્યારે નલીયાનું લઘુત્તમ તાપમાન 5.8 ડીગ્રી સાથે પ્રથમ ક્રમે રહ્યું છે.

ઠંડીનું જોર વધતા જ રવી પાકમાં પિયત ઓછું આપવાની સાથે સાથે અનુકુળ વાતાવરણ મળવાથી પાકની વૃદ્ધી સારી થવાની ખેડુતોના ચહેરા ઉપર ખૂશીની લકીર જોવા મળે છે. છેલ્લા ચાર દિવસથી નગરનો લઘુત્તમ તાપમાનાનો પારો સીંગલ ડિઝીટમાં આવી ગયો છે. આથી રાજ્યભરના ઠંડા શહેરોમાં પ્રથમ ક્રમે નલીયાનું લઘુત્તમ તાપમાન 5.8 ડીગ્રી સાથે પ્રથમ ક્રમે જ્યારે બીજા ક્રમે ગાંધીનગર રહ્યું હતું.

ખરીફ પાક માટે ફાયદાકારક બની રહેશે
છેલ્લા પાંચ દિવસથી વધી રહેલી ઠંડીને પગલે ખેડુતોના ચહેરામાં ઉપર ખૂશીની લકીર જોવા મળી રહી છે. ઠંડી વધવાથી રવી પાકને પીયત ઓછું આપવું પડે છે. ઉપરાંત વાતાવરણમાં ઠંડીના કારણે રવી પાક જેવા કે બટાટા, ઘઉં, વરીયાળી, રાયડો, તમાકુ, શાકભાજી, ઘાસચારો સહિતના પાક માટે ફાયદાકારક બની રહેશે.

2021માં નગરનો પારો 3.5 ડિગ્રી હતો
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રેકોર્ડ બ્રેક ઠંડી 3.5 ડીગ્રી ગત તારીખ 9મી, ફેબ્રુઆરી-2012ના રોજ નોંધાઇ હતી. આથી દસ વર્ષ બાદ રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...