તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:કેપિટલ રેલવે સ્ટેશન આચારસંહિતા બાદ ખૂલ્લું મૂકાય તેવી શક્યતા

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • વેસ્ટર્ન રેલવેના વડાની કામગીરી ઝડપી પૂરી કરવા સૂચના

સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ કેપિટલ રેલ્વે સ્ટેશન અને હોટલનું ઓપનિંગ થાય તેવી શક્યતા રહેલી છે. જોકે અંતિમ તબક્કામાં ચાલી રહેલા હોટલ અને રેલ્વે સ્ટેશનના કામગીરીને ઝડપી પૂર્ણ કરવા વેસ્ટર્ન રેલ્વેના વડાએ મુલાકાત લઇને કામગીરી કરી રહેલી કંપનીના એન્જિનીયરોને સૂચના આપી હતી.

પાટનગરના કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર હોટલ બનાવાઈ રહી છે. જોકે હોટલ અને રેલ્વે સ્ટેશનની યુધ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરી પરથી કેપિટલ રેલ્વે સ્ટેશનનું સ્થાનિક સ્વરાજની ચુંટણીની આચારસંહિતા બાદ ઓપનીંગ થાય તેવી શક્યતા હોવાનું લાગી રહ્યું છે. તેમાં બુધવારે વેસ્ટર્ન રેલ્વેના વડા તેમજ અમદાવાદ ડિવીઝનના મેનેજર સહિત રેલ્વેના અધિકારીઓએ કેપિટલ રેલ્વે સ્ટેશનની અને હોટલની મુલાકાત લીધી હતી. જેમાં અધિકારીઓએ હોટલ તેમજ રેલ્વે સ્ટેશનની કામગીરીમાં શું શું સુધારા વધારા કરવા તેની સુચના આપી હતી.

ઉપરાંત રેલ્વે સ્ટેશન અને હોટલની કામગીરી કરી રહેલી કંપનીના એન્જિનીયરોને સાથે ચર્ચા કરીને કામગીરીને લઇને જરૂરી સુચના આપી હતી. વધુમાં હોટલ અને રેલ્વે સ્ટેશનની કામગીરી ઝડપી અને ત્વરીત પૂર્ણ કરવાની પણ સુચના આપી હોવાનું રેલ્વેના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. કેપિટલ રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવેલા મુંબઇથી વેસ્ટર્ન રેલ્વેના વડા સહિતના અધિકારીઓના કાફલા પરથી ઉદ્દઘાટનની કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ થાય તેવી શક્યતા રહેલી છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ચુંટણી બાદ રેલ્વે સ્ટેશન અને હોટલનું ઉદ્દઘાટન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો