તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ ગરમાયું:પાટનગરના GDCAના હોદ્દેદારોને ક્રિકેટમાં કોઈ રસ નથી, ટૂર્નામેન્ટ રમાતી નથી ને પોતાનું ગ્રાઉન્ડ પણ નથી

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો સામે યુવા ખેલાડીઓના આક્ષેપો

ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (GDCA)ના સંચાલન મુદ્દે આક્ષેપો-પ્રતિ આક્ષેપોને લઈને રાજકારણ ગરમાયું છે. ગાંધીનગરના રણજી અને આઈપીએલ રમી ચૂકેલા કેટલાક ખેલાડીઓએ આ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હતા. આઈપીએલ-રણજી રમી ચૂકેલા સલિલ યાદવ, જીડીસીએ સ્ટેટ પ્લેયર ઝહીર મનસુરી તથા દ્વિજય શર્મા સહિતના જિલ્લા સિનિયર ક્રિકેટર્સે આ મુદ્દે આક્ષેપો કર્યા હતા. તેઓના દાવા મુજબ GDCA પાસે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન સહિતના કોઈ કાગળ નથી.

હોદ્દેદારોને ક્રિકેટમાં કોઈપણ પ્રકારનો રસ નથી ફક્તને ફક્ત હોદ્દામાં રસ છે. છેલ્લા 12 વર્ષથી GDCAનો વહીવટ મનફાવે તેમ ચલાવાયા છે. હોદ્દેદારો પ્લેયર્સના કોઈપણ પ્રકારના સવાલ, ફોન કે લેટરનો જવાબ આપતા નથી. છેલ્લા લાંબા સમયથી કોઈપણ પ્રકારના ટુર્નામેન્ટ યોજવામાં આવી નથી, સિલેક્શન કેમ્પ યોજવામાં આવતા નથી.

આ અંગે સલિલ યાદવે કહ્યું હતું કે,‘ પાટનગર ગાંધીનગરના GDCA પાસે પોતાનું એક ગ્રાઉન્ડ પણ નથી. જીસીએની અંડરમાં ગાંધીનગર સહિત 8 જેટલી ચાઈલ્ડ બોડી આવેલી છે. જેમાંથી એકમાત્ર ગાંધીનગર પાસે જ પોતાનું ગ્રાઉન્ડ નથી. પ્લેયર્સને રમવા માટે મૂળભૂત સુવિધા આપવામાં નથી આવતી. GDCAમાં મનફાવે તેમ મેમ્બર્સ બનાવવામાં આવે છે જેથી ચૂંટણી યોજવી ન પડે. મેમ્બર્સની માંગણી હોવા છતાં એજીએમ યોજવામાં આવતી નથી. ગાંધીનગરના અનુભવી રણજી ટ્રોફી પ્લેયર્સના નામ જીસીએમાં સિલેક્ટર તરીકે મોકલવામાં નથી આવતા.’ આ ખેલાડીઓની માંગ છે કે તેમને જીડીસીએમાં સમાવવામાં આવે જેથી કરીને તેઓ પાટનગરના ખેલાડીઓ માટે કઈક કરી શકે.

ગ્રાઉન્ડ માટે માંગણી કરી છે: GDCA પ્રમુખ
આ અંગે GDCAના પ્રમુખ મેહુલભાઈ પટેલે કહ્યું હતું કે, ‘અમે ગ્રાઉન્ડ માટે સરકારમાં રજૂઆત કરેલી જ છે, અમે તો સેક્ટર-21 ગ્રાઉન્ડની માંગણી કરેલી છે. આ યુવાનો ગાંધીનગરમાંથી આગળ આવ્યા છે, તેઓને અમે કહ્યું હતું કે તમે અહીંથી તૈયાર થયા છો તો હવે અહીંના છોકરાઓને તૈયાર કરો.

પરંતુ એ લોકોને કોચિંગ કરવું નથી એ લોકોને સુધી સંચાલન જોઈએ છીએ. એકદમ એ લોકો કહીં દે કે સંચાલન જોઈએ છે તો એ કઈ રીતે ચાલે. અમે તો ઈચ્છીએ છીએ કે યંગ લોકો અમારી સાથે જોડાય.’ ગ્રાઉન્ડ વગર બાળકોને પ્રક્ટિસ કરવાની પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે.

20 વર્ષથી GDCA દ્વારા કોઈ ટૂર્નામેન્ટ યોજવામાં આવી નથી
આ અંગે ઝહીર મનસુરીએ કહ્યું હતું કે, ‘ વર્ષોથી GDCAના હોદ્દાઓ પર બેસેલા લોકોને કારણે ગાંધીનગરમાં ખેલાડીઓને આગળ વધવાની તક મળતી નથી. હાલના સમયે ગાંધીનગરનો એક જ ખેલાડી રણજીમાં રમે છે. એક સમય હતો કે ગાંધીનગરના 7-7 ખેલાડીઓ રણજી રમતા હતા. છેલ્લા 20 વર્ષથી ટૂર્નામેન્ટનું આયોજન ન થયું હોવાથી ખેલાડીઓને નિખરવાની તક મળતી નથી. જીસીએ સાથે સંકળાયેલા ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને ખેલાડીઓને પ્રેક્ટિસ માટે મેદાન ઉપલબ્ધ કરાવવા 2 લાખ સુધીનું ભાડું, ત્રણ કોચ માટે રોજના અઢી હજારથી માંડીને બોલ સહિતનો ખર્ચ જીસીએ દ્વારા પૂરો પાડવાની જોગવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...