તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી માટે ગુજરાતી અને હિન્દી જેવા વિષયોના ઉમેદવારોએ હજી રાહ જોવી પડે તેવી સ્થિતિ

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ( ફાઈલ ફોટો)
 • સરકારે UGCના નિયમો પ્રમાણે ભરતી કરી પણ પગાર પોતાના નિયમો પ્રમાણે નક્કી કર્યો
 • પસંદગી પામનાર ઉમેદવારોને 40 હજાર ફિક્સ પગાર આપવાની જાહેરાત કરાઈ

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી ગ્રાન્ટેડ તેમજ સરકારી કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની 780 જેટલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓમાં ઉમેદવારો પાસે જે અનુભવ માંગવામાં આવ્યો છે તેનાથી ખૂબજ નારાજગી ઉભી થઈ છે. તે ઉપરાંત તેમાં ગુણાંકની પદ્ધતિ અને સંશોધનના પ્રકાશનોને લઈ આગામી સમયમાં વિવાદ ઉભો થાય તેવી પરિસ્થિતિ છે.
આસિસ્ટન્ટ પ્રોફેસરની 780 જગ્યાઓ ભરવાનું નક્કી કરાયું હતું.
ઘણા સમયથી રાજ્યમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 780 જગ્યાઓ ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉમેદવારોને આગામી 21 ડિસેમ્બર સુધી અરજી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. પરંતુ પ્રોફેસરોના કહેવા મુજબ આ ભરતી માટે જે ગુણાંક પદ્ધતિ નક્કી કરવામાં આવી તેનાથી મુશ્કેલીઓ સર્જાય તેમ છે. કારણ કે PHD કરેલા ઉમેદવારોને 25 ગુણાંક આપવાનું નક્કી કરાયું છે. પરંતુ જો કોઈ ઉમેદવાર NEET પાસ હોય તેમને વધારાના 10 ગુણ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ વધારાના ગુણને લઈ પ્રોફેસરોમાં નારાજગી ઉભી થઈ છે.
ગુજરાતી કે હિન્દી ભાષાના વિષયોમાં જગ્યાઓ જ નથી
હાલમાં રાજ્યામાં આર્ટ્સ કોલેજો બંધ કરવી પડે તેવી સ્થિતિ છે છતાંય જે ઉમેદવારો હિન્દી અને ગુજરાતી વિષયો સાથે MPHILL અને PHDની ડીગ્રી લઈને બેઠા છે.તેવા ઉમેદવારો માટે આ જાહેરાતમાં કોઈ જ પ્રકારની તક આપવામાં આવી નથી. એટલે હવે આ વિષયોમાં PHD થનારા ઉમેદવારોએ ક્યાં સુધી રાહ જોવી પડશે તેનો સત્તાધિશો પાસે કોઈ જવાબ નથી.
હાલમાં આ ભરતી કરાર આધારિત કરવામાં આવી છે
રાજ્ય સરકારે અધ્યાપકોને છઠ્ઠું અને સાતમું પગારપંચ આપ્યું છે. તે ઉપરાંત UGCના તમામ નિયમો સ્વીકારી લેવામાં આવ્યાં છે. આ સ્થિતિમાં હાલમાં જે ભરતી કરાઈ રહી છે તે કરાર આધારિત ભરતી છે. એટલે કે જે ઉમેદવારો પસંદગી પામવાના છે તેમને UGCના નિયમો પ્રમાણે પુરો પગાર આપવો જોઈએ. તેના બદલે માત્ર 40 હજાર ફિક્સ પગાર આપવાની વાત કરવામાં આવી છે. આમ સરકાર દ્વારા ભરતીમાં UGCના નિયમો લાગુ કર્યા પણ પગાર આપવામાં પોતાના નિયમો બનાવી દીધા હોવાનું પ્રોફેસરોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો