કેશ ક્રેડિટ કેમ્પ:સેકટર- 17 સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે કેમ્પ યોજાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લા કક્ષાના કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન તાજેતરમાં ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. સેકટર- 17 સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે યોજાયેલ આ કેમ્પમાં 188 અરજીઓનું ઘિરાણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર ખાતે યોજાયેલ ક્રેડિટ કેમ્પનો અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત ગાંધીનગર (દ) ના ઘારાસભ્ય શંભુજી ઠાકોરના હસ્તે દીપ પ્રાગટય કરીને આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઘારાસભ્ય (દ) શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, બહેનો પાસે બચત કરવાનું અને તેઓ પોતાના પાસે રહેલા પૈસાનું ખૂબ જ ચીવટપૂર્વક ખર્ચ કરવાનું કૌશલ્ય ધરાવે છે. કેશ ક્રેડિટનો સારી રીતે ઉપયોગ કરી પગભર થવા પૂરતો પ્રયત્ન કરી પરિવારને મદદરૂપ થવું જોઇએ.

આ કેમ્પમાં કુલ 372 અરજીઓ સ્પોન્સર કરવામાં આવી હતી. જેમાંથી 221 અરજીઓ મંજુર કરવામાં આવી હતી. 188 અરજીઓનું કેમ્પ દરમ્યાન ધિરાણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્વ સહાય જુથના 230 બહેનો સહભાગી થયા હતા. આ કેમ્પમાં બેંક સખી તેમજ બીસી સખી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા કુલ 8 બહેનોનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. બહેનોએ પોતાની કામગીરી અને તેમના જીવનમાં આવેલ બદલાવ અંગે સ્વાનુભવ જણાવ્યા હતા.

આ કેમ્પમાં નિયામક ડી.આર.ડી.એ, ગાંધીનગર દેવાંગીબેન દેસાઇ તેમજ લીડ બેંક મેનેજર પ્રકાશ વિજય વર્ગીય, RSETI નિયામક પ્રદિપભાઇ ઘોઘરા, ફાઇનાન્સીયલ લીટ્રસી કાઉન્સિલર આર.જી.પરમાર તથા એડીસી બેન્ક, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, બી.ઓ.બી બેન્ક, કેનેરાબેંકના મેનેજરો સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...