• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Cambridge Will Develop A Curriculum For Students In Grades 6 To 12; An Agreement Was Reached Between The Department Of Education And Cambridge University

રાજ્ય સરકારનો નિર્ણય:ધોરણ 6થી12ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ કેમ્બ્રિજ તૈયાર કરશે; શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વચ્ચે કરાર થયા

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વિદ્યાર્થીઓ વધુ કૌશલ્યવાન બને તે માટે અંગ્રેજીનું શિક્ષણ અપાશે

રાજય સરકારના શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે એમઓયુ-સમજૂતી કરાર થયા છે તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજયના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે તેટલા માટે ધો.6થી12નો અભ્યાસક્રમ કેમ્બ્રિજ તૈયાર કરશે. તેમણે એવો દાવો કર્યો છે કે, સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે આ પ્રથમ સમજૂતી કરાર છે.

શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, ગાંધીનગર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે સર્વોત્તમ અભ્યાસક્રમ ઘડી શકાય તે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે સમજૂતી કરાર કર્યો હતો. વિદ્યાર્થીઓ વધુ કૌશલ્યવાન બને તે માટે અંગ્રેજીનું શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...