તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Calling To Cut The Ticket, He Said, "Surendrakaka, You Cut My Ticket, I Will Commit Suicide In Your House, I Don't Understand How To Make The Bed."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંદલોડિયાના મહિલા કાર્યકરનો રોષ:ટિકિટ કપાતા ફોન કરી કહ્યું, ‘સુરેન્દ્રકાકા તમે મારી ટિકિટ કપાવી, હું તમારા ઘરે આવી આપઘાત કરીશ, હું પથારી ગરમ કરવાવાળી નથી સમજી લેજો’

ગાંધીનગરએક મહિનો પહેલા
ફાઇલ તસવીર

ચાંદલોડિયાની એક મહિલા કાર્યકર્તાની ટિકિટ કપાઇ જતાં તેણે ભાજપના અગ્રણી સુરેન્દ્ર પટેલને ફોન કરેલા આક્ષેપો અક્ષરશઃ અહીં મૂક્યા છે.
મહિલા - સાહેબ મુક્તાબેન મિસ્ત્રી બોલું
સુરેન્દ્ર પટેલ - બોલો
મહિલા - સાહેબ તમે જે મારા માટે ખોટું કર્યું ને પણ ભગવાનને જવાબ આપવા માટે તૈયાર રહેજો. રાજેશ્વરીને ટિકિટ તમે અપાવી અને મને કહ્યું કે મારી ટિકિટ તમે નથી કાપી, પણ મારો શ્રાપ છે તમને. એટલું યાદ રાખજો. કાર્યાલય પરથી બોલું છું. તમને કાપવામાં શું રસ હતો કે રાજેશ્વરીને ટીકીટ મળે એમાં તમને શું રસ હતો...
સુરેન્દ્ર પટેલ - એવું ભાઇ. તમારી પાસેની માહિતી ખોટી છે બહેન
મહિલા - માહિતી ખોટી નથી. સાચી માહિતી છે. હું તમારા ઘરે આત્મહત્યા કરવા આવું છું અને નામ તમારું લખીશ, સુરેન્દ્રકાકા.
સુરેન્દ્ર પટેલ - તમારે આ રીતે વાત નહીં કરવાની
મહિલા - સાહેબ હું તમારા ત્યાં આવું છું.
સુરેન્દ્ર પટેલ - હાલ મારી વાત સાંભળ બેન હમણાં તો બહાર છું. મારી ઓફિસે આવજે.
મહિલા - મારી ટિકિટ તમે જ કાપી છે, યાદ રાખજો મને તમારી બધી ખબર છે.
સુરેન્દ્ર પટેલ - મારી વાત સાંભળ તું શાંતિથી આવજે તને સમજાવીશ.
મહિલા - મને અત્યારે મારી ટિકિટ જોઇએ. તમે મને ઓળખો છો, તમે મારા વિસ્તારમાં આવ્યા હતા. તમે મારી ટિકિટ કઇ રીતે કાપી. હું અત્યારે ખાનપુર કાર્યાલય પર જ ઊભી છું. મારું નામ છેક સુધી હતું. તમને રાજેશ્વરી એટલી બધી કેવી રીતે વહાલી લાગી ગઇ કે તેને ટિકિટ અપાવી દીધી.
સુરેન્દ્ર પટેલ - મેં કાપી જ નથી તું ખોટી વાત કરે છે.
મહિલા - તમે કઇ રીતે કહી શકો કે નથી કાપી. સાહેબ હું પથારી ગરમ કરવાવાળી વ્યક્તિ નથી એટલું સમજી લેજો
સુરેન્દ્ર પટેલ - મેં નહીં પ્રમુખે કાપી છે.
મહિલા - કયા પ્રમુખે.
સુરેન્દ્ર પટેલ - શહેર પ્રમુખે.
મહિલા - શહેર પ્રમુખ જગદીશ પંચાલ કહે છે મેં નથી કાપી.
સુરેન્દ્ર પટેલ - શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને આઇ કે જાડેજાએ કાપી છે. મારું નામ ન દેશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો