કાર્યક્રમ:e-FIR કરવાથી તપાસ ક્યા પહોંચી તેની અરજદારને તમામ સ્ટેજની માહિતી મળશે

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ વડાએ ભાવિ પેઢીને ઇ FIR કેવી રીતે કરવી તેના પાઠ શિખવાડ્યા

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે ઇ એફઆઇઆર સિસ્ટમ અમલમા મુકવામાં આવી છે. સમય બદલાઇ રહ્યો છે, ત્યારે કામગીરી ઝડપી અને પારદર્શક બને તે માટે ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇ એફઆઇઆરની માહિતી પુરી પાડવામાં આવી રહી છે. જેમા જિલ્લા પોલીસ વડા પણ જોડાયા છે.

આગામી 7 ઓગસ્ટ સુધી ચાલનારા કાર્યક્રમમાં એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને માહિતીથી વાકેફ કરાશે. ઇ એફઆઇઆર કરવાથી અરજદારને તેની અરજીની તપાસ ક્યા સુધી પહોંચી તેની માહિતી મળતી રહેશે. ટેકનોલોજીના સમયમા સરકાર ટેકનોસેવી બની તેના વિભાગોને પણ ટેકનોલોજીથી કામ કરાવી રહી છે.

ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ ઇ એફઆઇઆરની સિસ્ટમ અમલમા મુકી છે. ગૃહરાજ્ય પ્રધાન દ્વારા તેનો આરંભ કરાવાયો હતો. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા જિલ્લાના તમામ તાલુકામા જાગૃતિના કાર્યક્રમો કરવા સુચન કરાયુ છે. જેના ભાગરૂપે આજે સોમવારે શહેરની એલડીઆરપી અને ભોયણ રાઠોડમા આવેલી કોલેજમા કાર્યક્રમો કરાયા હતા. જેમા એસપી તરુણ દુગ્ગલ, પી.સી.વાલેરા, સેકટર 7 પીઆઇ પી.બી.ચૌહાણ હાજર રહ્યા હતા.

શાળા કોલેજના વિદ્યાર્થીઓને ઇ એફઆઇઆર કેવી રીતે કરવી અને તેના ફાયદા ગણાવ્યા હતા. ઇ એફઆઇઆર કરવાથી અરજદારને તેની તમામ સ્ટેજની માહિતી મોબાઇલ ઉપર એસએમએસ મારફતે મળતી રહેશે. જેમા તપાસ અધિકારીનુ નામ પણ મળશે. તે ઉપરાંત તપાસ 30 દિવસમા પુરી કરવાની રહેશે.

સામાન્ય રીતે પોલીસ મથકમા ફરિયાદ નોંધાયા પછી અરજદારને તેની વિગત એસએમએસ દ્વારા મળતી નથી. તેની પૂછપરછ કરવી પડે છે, તેવા કિસ્સામા ઇ એફઆઇઆરથી વિગત ઝડપી મળશે. સ્માર્ટ ફોનના જમાનામા દરેક વિદ્યાર્થી સ્માર્ટ બની ગયો છે, પરિણામે તે ઝડપી ઇ એફઆઇઆર કેવી રીતે કરવી તે સમજી શકે છે.

આગામી દિવસોમા 2જીના રોજ અડાલજની માણેકબા વિદ્યાલય, 3જીએ પીડીપીયુ અને માણસા કોલેજ, 4થીના રોજ કલોલ અનન્યા કોલેજ, 5મીના રોજ દહેગામ કોલેજ, જવાહર નવોદય સ્કૂલ, અને સાદરા વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા બાળકોને તાલીમ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...