તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસ ઓછા થતા લોકો ભાન ભૂલ્યાં:...પણ ભીડને ન રોકી શકો તો ત્રીજી લહેરના સરકારના સપનાં સાચા થશે!

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીમાં રવિવારે દર્શન માટે શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યાં હતા. એ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નહોતું. - Divya Bhaskar
બહુચરાજીમાં રવિવારે દર્શન માટે શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યાં હતા. એ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નહોતું.
  • મને ત્રીજી લહેરના સપનાં આવે છે ત્યારે હું ઊંઘમાંથી ઊઠી જઉં છું - નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 42 નવા કેસ નોંધાયા છે અને એકપણ દર્દીનું મોત થયું નથી. આમ સતત બીજા દિવસે એકપણ મોત નોંધાયું નથી. બે મહાનગર અને 20 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે બીજી લહેરમાં પહેલીવાર 50થી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. આ 24 કલાક દરમિયાન 262 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિકવરી રેટ સુધરીને 98.66 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 242ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,073 થયો છે. એક્ટિવ કેસ પણ 1000થી નીચે એટલે કે 931 નોંધાયા છે.

ક્યાં કેટલા કેસ, ડિસ્ચાર્જ

શહેરકેસડિસ્ચાર્જ
સુરત1397
અમદાવાદ7108
રાજકોટ47
વડોદરા412
કચ્છ20
સુરેન્દ્રનગર20
આણંદ10
ભાવનગર20
દ્વારકા10
જામનગર24
જૂનાગઢ10
નવસારી13
વલસાડ10
અન્ય સમાચારો પણ છે...