તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક માર:ઓનલાઈન શિક્ષણથી શૈક્ષણિક વસ્તુ સાથે સંકળાયેલા વેપારીઓને વર્ષમાં 60થી 90%ની નુકસાની વેઠવી પડી

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે સતત બીજા વર્ષે ઓનલાઇન શિક્ષણના કારણે સ્કૂલ બેગ, સ્ટેશનરી, યુનિફોર્મ સહિતના વેપારીઓની આવક સદંતર બંધ
  • શૈક્ષણિક સાધનો તેમજ મટિરિયલના વેપારીઓની આર્થિક કમર ભાંગી ગઈ

કોરોનાની મહામારીનો ભોગ વિદ્યાર્થીઓ બને નહી તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સતત બીજા શૈક્ષણિક વર્ષથી ઓનલાઇન શિક્ષણ આપવાનું નક્કી કરાયું છે. પરંતુ ઓનલાઈન શિક્ષણને કારણે સ્ટેશનરી, સ્કુલ યુનિફોર્મ, સ્કુલ બેગનું વેચાણ કરતાં વેપારીઓની આવક સદ્દતર બંધ થઈ ગઈ છે. ઓનલાઇન શિક્ષણથી શૈક્ષણિક સાધનો તેમજ મટીરીયલના વેપારીઓની આર્થિક કમર તુટી જવા પામી છે. આથી છેલ્લા એક વર્ષમાં વેપારીઓને 60થી 90 ટકાની નુકસાની વેઠવાની ફરજ પડી છે. આથી વાલીઓને આર્થિક ફાયદો થયો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

સ્ટેશનરીના વેપારીઓને 60% નું નુકસાન
ઓનલાઇન શિક્ષણથી નોટબુક, ચોપડા, કંપાસ, પેન, પેન્સિલ, કલર, સ્કેચપેન, ફુલસ્કેપ ચોપડા, પુંઠા, સ્ટીકર, વોટર કલર, પેડ, રબર, પાઉચ, ફાઇલ સહિતની ખરીદી ઘટી જવા પામી છે. આથી સ્ટેશનરીના વેપારીઓના વેચાણમાં 60 ટકાનો ઘટાડો થયો હોવાનું છેલ્લા ચાર દાયકાથી સ્ટેશનરીનો બિઝનેશ કરતા હરેશભાઇ વેપારીએ જણાવ્યું છે.

સ્કૂલબેગના વેપારમાં 90 ટકાનું નુકસાન
સામાન્ય રીતે શાળાઓ ખુલતા જ સ્કુલ બેગની ખરીદી વાલીઓ અને વિદ્યાર્થીઓ કરતા હતા. પરંતુ ઓનલાઇન શિક્ષણથી સ્કુલ બેગની ખરીદી અટકી જવાથી 90 ટકા જેટલું નુકશાન થયું હોવાનું છેલ્લા 40 વર્ષથી વેપાર કરતા હુસેનભાઇએ જણાવ્યું છે. સામાન્ય દિવસોમાં એક વર્ષમાં વિદ્યાર્થીઓ માટે વાલીઓ રૂપિયા 500થી રૂપિયા 1000 કિંમતની બેગની ખરીદી કરતા હોવાનું વેપારીએ જણાવ્યું છે. વેપારીઓને છેલ્લા એક વર્ષ વેપાર સદ્દતર બંધ રહેતાં તેઓની હાલત આર્થિક રીતે કફોડી બની છે.

સ્કૂલ યુનિફોર્મના 90 ટકા અને સૂઝના વેપારીઓને 100 ટકા ઘરાકી નહીં
સતત બીજા વર્ષે સ્કુલોમાં ઓનલાઇન શિક્ષણ આપવાનો આદેશ રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે. આથી સ્કુલ યુનિફોર્મના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને મતે 90 ટકાની ખરીદી થઇ નથી. ગત વર્ષે શાળા ખોલી ત્યારે માંડ 10 ટકા વાલીઓ યુનિફોર્મ લઇ ગયા હોવાનું છેલ્લા 30 વર્ષથી વ્યવસાય કરતા વેપારી બચુભાઇએ જણાવ્યું છે. જ્યારે તેજ રીતે સ્કુલ બુટના વ્યવસાય કરતા વેપારી મુકેશભાઇના જણાવ્યા મુજબ 100 ટકાનું વેચાણ થયું નથી.

સ્કૂલ વાનના વ્યવસાયકારોની રોજી છીનવાઇ
ઓનલાઇન શિક્ષણથી સ્કુલવાનના વ્યવસાય સાથે સંકળાયેલાઓની રોઝી છિનવાઇ ગઇ છે. છેલ્લા એક વર્ષથી સ્કુલો બંધ થતાં અનેક પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. જેને પરિણામે અનેક વ્યવસાય બદલી નાંખ્યા હોવાનું સ્કુલ વાનનો વ્યવસા કરતા ચિંતનભાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...