તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ:રેલવે સ્ટેશન પાસે 400થી વધુ કાચાં-પાકાં મકાનો પર બુલડોઝર ફેરવાશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે સ્ટેશન પર હોટેલની કામગીરી પુરજોશમાં છે ત્યારે આ સાથે અહીં ખ રોડથી વાવોલને જોડતો અંદરપાસ પણ પૂર્ણતાના આરે છે. ત્યારે હોટેલ અને અંડરપાસની કામગીરીમાં નડતરરૂપ 400થી 500 જેટલા કાચા-પાકા દબાણોને આજે તોડી પડાશે. આ મેગા ડિમોલિશનમાં સે-13 અને 14માં ગોકુલપુરા વિસ્તારના છાપરાઓ પર બુલડોઝર ફેરવી દેવાશે. જે માટે કલેક્ટર, પાટનગર યોજના વિભાગ અને મનપા દ્વારા સંયુક્ત રીતે ધરાનારી આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરાશે. જ્યારે કોઈ આકસ્મિક ઘટના બને તે તેને પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડને સ્ટેન્ડ ટુ રખાશે. કોલવડા ખાતે આવાસો ફાળવવામાં આવ્યા હોવાથી હવે અહીં થયેલા દબાણો આજે હટાવી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...