તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બિલ્ડીંગ મટિરિયલ સીમેન્ટ, સ્ટીલ સહિતની વસ્તુઓના કુત્રિમ ભાવવધારાના વિરોધમાં બિલ્ડરો આવતીકાલે 12મીને શુક્રવારના રોજ કામગીરી બંધ રાખીને વિરોધ કરશે. કૃત્રિમ ભાવ વધારાને પરત ખેંચીને છેવાડાના માનવીને સસ્તા મકાનનો સરકારનો ઇરાદો ફળીભૂત થશે તેમ કોન્ફીડીરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ એસોસિએશન ઓૅફ ઇન્ડિયા ગાંધીનગરે જણાવ્યું છે.
કોરોનાની મહામારીને પગલે દરેક ક્ષેત્રમાં મંદીનો માર સહન કરી રહ્યો છે. તેમાં રિયલ એસ્ટેટ વિભાગ બાકાત રહ્યા નથી. ત્યારે મંદીના માર વચ્ચે સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદક કંપનીઓ દ્વારા ગેરકાયદેસર કાર્ટેલ કરીને કોઇપણ કારણ વગર તદ્દન ગેરવ્યાજબી રીતે અસહ્ય ભાવ વધારો કર્યો છે. બિલ્ડીંગ મટિરિયલ સ્ટીલ, સીમેન્ટ, ગ્રીટ, કપચી, સિમેન્ટ બ્લોક, પેવર્સ, ઇંટો, સેનેટરી વસ્તુઓના ભાવો પણ અસહ્ય વધી ગયા છે. જેનાથી બાંધકામની પડતર કિંમતમાં પણ વધારો થતા સમગ્ર દેશના રીયલ એસ્ટેટમાં સંકળાયેલા બાંધકામ વ્યવસાયકારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
બિલ્ડીંગ મટિરિયલના ભાવમાં થયેલા અસહ્ય ભાવવધારાને પગલે બિલ્ડર મિત્રોને પણ વેચાણ કિંમતમાં 15થી 20 ટકાનો ભાવ વધારો કરવાની ફરજ પડી હોવાનું કોન્ફીડીરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગાંધીનગરના પ્રમુખ સુરેશભાઇ એન. પટેલે જણાવ્યું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.