તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદેશ કારોબારી:મિશન-2022 માટે ગાંધીનગરમાં બસપાની પ્રદેશ કારોબારી મળી

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશની તમામ બોડી રદ કરીને 1 મહિનામાં નવી બોડી બનાવવા અંગે આદેશ કરવામાં આવ્યો

બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશની કારોબારી મિટિંગ ગાંધીનગર ખાતે મળી હતી. સ્ટાફ ટ્રેનિંગ કોલેજના ઓડિટેરિયમ હોલ ખાતે સોમવારે મળેલી મિટિંગમાં 2022માં આવનાર ગુજરાત વિધાનસભાને ધ્યાનમાં રાખી તૈયારીઓ કરાઈ હતી. જેમાં બસપા સુપ્રીમો માયાવતીના આદેશ મુજબ ગુજરાતના પ્રભારી દ્વારા પ્રદેશની તમામ બોડીઓ ડિઝોલ કરી હતી.

ગુજરાતને ત્રણ સેક્ટરોમાં વહેચ્યું હતું અને આ ત્રણેય સેક્ટરોના ઈન્ચાર્જની નિમણૂંક કરી હતી. એક મહિનામાં નવી બોડી બનવવા આદેશ આપ્યો હતો. સોમવારની મિટિંગમાં ગુજરાતભરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે કાર્યકર્તાઓ પાર્ટીમાં કમિટેડ અને કેડર બેઝ હતા જેઓને નવા જિલ્લા અધ્યક્ષો તરીકે પ્રભારી દ્વારા નિમણૂંક આપીને 2022ની ચૂંટણીને ધ્યાને રાખી કામે લાગી જવા જણાવ્યું હતું. આ મિટિંગમાં ગુજરાત પ્રદેશના પ્રભારી અને પૂર્વ જેલ મંત્રી( યુ.પી.) ધરમવીર અશોક, પ્રદેશ કોર્ડીંનેટર ભગુભાઈ પરમાર, પ્રદેશ અધ્યક્ષ અશોકભાઈ ચાવડા, એડવોકેટ જગદીશ ચૌહાણ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...