તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ગાંધીનગરના રખીયાલમાં BSNLકંપનીના ટેલિફોન એક્સ્ચેન્જનાં તાળા તોડી રૂ. 1.40 લાખની 24 બેટરીઓ ચોરીને તસ્કરો ફરાર

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેકટર-11માં આવેલી BSNL કંપનીમાં ફરજ હજાવતા સબ ડિવિઝનલ અધિકારીએ ફરિયાદ નોંધાવી

ગાંધીનગરનાં રખીયાલ બીએસએનએલ કંપનીના ટેલિફોન એક્સ્ચેન્જમાં ત્રાટકીને તસ્કરો સ્વીચ રૂમની અંદર પાવર સપ્લાય માટે લગાવેલી રૂ. 1.40 લાખની કિંમતની 24 નંગ બેટરીઓ ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ જતાં કંપનીના સબ ડિવિઝનલ અધિકારીની ફરિયાદના આધારે રખીયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરના સેકટર-11માં આવેલી બીએસએનએલ કંપનીમાં સબ ડિવિઝનલ અધિકારી તરીકે સેકટર-27 આનંદનગર સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ઠાકર ફરજ બજાવે છે. જેમના હસ્તક ગાંધીનગર અને દહેગામ ગ્રામ્ય વિસ્તારના-27 ટેલિફોન એક્સચેન્જ આવે છે. જે પૈકીનું એક ટેલિફોન એક્સચેન્જ રખીયાલ ગામમાં આવેલું છે.

ગત તારીખ 27/05/2021ના રોજ તેમના ટેકનિકલ કર્મચારી રખીયાલ ટેલિફોન એક્સચેન્જ ખાતે ટેકનિકલ કામ અર્થે ગયા હતા. જ્યાં ટેકનિકલ કામ પૂર્ણ કરીને તેઓ એક્સ્ચેન્જનાં દરવાજાને તાળું મારીને પરત ફર્યા હતા. બીજા દિવસે સવારે ફરીવાર ટેકનિકલ કામ અર્થે તેઓ રખીયાલ ગયા હતા. ત્યારે ટેલિફોન એક્સચેન્જનાં દરવાજાનું તાળુ તૂટેલું જોઈ તેમણે સબ ડિવિઝનલ અધિકારી શૈલેષભાઈને તાળા તૂટયા હોવાની જાણ કરી હતી.

જેનાં પગલે શૈલેષભાઈ સ્થળ ચકાસણી અર્થે રખીયાલ ટેલિફોન એક્સચેન્જ દોડી આવ્યા હતા. ત્યારે માલુમ પડયું હતું કે, એક્સચેન્જનાં સ્વીચ રૂમની અંદર પાવર સપ્લાય માટે લોખંડની ફ્રેમમાં લગાવેલ 200 એમએચ મોબાઇલ ટાવર (CMTS)ની કુલ 24 નંગ બેટરીઓ કોઈ તસ્કરો ચોરી ગયા છે, પરંતુ શૈલેષભાઈ ઓફિસમાં કામનું ભારણ વધુ પડતું હોવાના કારણે તેમણે તે સમયે પોલીસ ફરિયાદ કરી ન હતી. બાદમાં ગઈકાલે શૈલેષભાઈએ રખીયાલ પોલીસ મથકમાં રૂ. 1.40 લાખની 24 નંગ બેટરી ચોરીની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...