તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:ગાંધીનગર જિલ્લામાં કોરોનાના દર્દીઓના મોત ઉપર બ્રેક : વધુ 8 લોકો પોઝિટિવ થયાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લાની વધુ 8 વ્યક્તિઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. જ્યારે છેલ્લા એક સપ્તાહથી દર્દીઓના મોતનો સિલસિલો અટકી પડ્યો છે. જ્યારે વધુ 7 દર્દીઓ સાજા થતાં જિલ્લાની 7220 વ્યક્તિઓએ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 5, ગાંધીનગર તાલુકામાંથી 2 અને માણસા તાલુકામાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે કલોલ અને દહેગામમાંથી એકપણ કેસ નહી નોંધતા આરોગ્ય તંત્રને રાહત થઇ છે.

મનપા વિસ્તારમાંથી નવા 5 કેસમાં સેક્ટર-5માંથી 37 વર્ષીય ગૃહિણી, 52 વર્ષેીય બેન્ક મેનેજર, સેક્ટર-28ના 54 વર્ષીય બિલ્ડર, સેક્ટર-17ના 30 વર્ષીય ક્લાર્ક, સેક્ટર-2ની 62 વર્ષીય મહિલા સંક્રમિત થઇ છે. તાલુકામાંથી બે કેસમાં સરગાસણમાંથી 50 વર્ષીય ગૃહિણી, 22 વર્ષીય વિદ્યાર્થી તેમજ માણસા તાલુકાના દેલવાડાના 81 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો