આદેશ:બ્રેક ડાઉન કે અકસ્માત સમયે ડ્રાઇવર, કન્ડક્ટર ફોન કરે તો ઉપાડવા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • STના ડેપો મૅનેજર અને સુપરવાઇઝરને આવા આદેશ પણ કરવા પડે છે!

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. ત્યારે એસ ટી બસમાં બ્રેક ડાઉન, અકસ્માત કે આકસ્મિક બનાવ વખતે મુસાફરોને મુશ્કેલી પડે નહી તે માટે અન્ય બસ ફાળવવામાં આવે છે. ઉપરાંત બ્રેક ડાઉન કે અકસ્માત થયેલી બસને એટેન્ડ કરવામાં અનુકુળતા રહે તે માટે એસ ટી નિગમ દ્વારા રાજ્યભરના તમામ ડેપો મેનેજરો અને સુપરવાઇઝરને મોબાઇલ નંબર આપી દેવામાં આવ્યા છે. આથી ડેપો મેનેજર કે સુપરવાઇઝર બદલાય પરંતુ મોબાઇલ નંબર બદલાય નહી.

જેને પરિણામે બસની આવી સ્થિતિમાં ડ્રાઇવર કે કંડક્ટર મોબાઇલ નંબર લેવાની જરૂર પડે નહી તેમજ ઝડપથી સંપર્ક કરી શકે છે. પરંતુ એસ ટી નિગમની સારી કામગીરી ઉપર પાણી ફેરવવાની નિતી અમુક ડેપો મેનેજરો અને સુપરવાઇઝરો તરફથી કરાઈ રહી છે.

તેમ બ્રેક ડાઉન કે અકસ્માત થયેલી બસના ડ્રાઇવર અને કંડક્ટર દ્વારા ડેપો મેનેજર કે સુપરવાઇઝરનો સંપર્ક કરતા મોબાઇલ ઉપાડતા નથી કે સ્વીચ ઓફ આવતો હોય છે. આથી રાજ્યભરના તમામ ડેપો મેનેજરોને ફોન ઉપાડવાનો એસ ટી નિગમે આદેશ કર્યો છે. જો ફોન નહી ઉપાડવા કે સ્વિચ ઓફ જેવી સ્થિતિ ઉભી થશે તો સબંધિત ડેપો મેનેજરની સામે યોગ્ય પગલાં લેશે તેવી કર્મચારીઓમાં ચર્ચા જોવા મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...