તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કોરોનાના સંક્રમણને બ્રેક, વધુ 11041 લોકોએ રસી લીધી, સે-27 ગાયત્રી સોસા.માંં 2 દિવસ માસ વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના સેક્ટર-27ની ગાયત્રી સોસાયટીમાંં આગામી શનિ અને રવિવાર એમ 2 દિવસ માસ વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ગાયતીનગર સોસાયટી વસાહત મહામંડળના પ્રમુખ હિતેન્દ્રસિંહ દરબાર, મહામંત્રી સંજયભાઇ સોની, ઉપપ્રમુખ મયુરભાઇ લિમ્બાચિયા, ઓડિટર વિપુલભાઇ રાણા અને જયદિપસિંહ વાઘેલા સહિત ઘરે ઘરે ફરીને તપાસ કરીને પરિવારમાં કેટલા વ્યક્તિઓએ વેક્સિન લીધી છે. તેમજ કેટલા લોકો વેક્સિન લીધી નથી તેની માહિતી મેળવી હતી.

જેમાં રસીનો પ્રથમ ડોઝ લેનાર 433, રસીના બંન્ને ડોઝ પુરા કરનાર 549, જ્યારે રસીના બન્ને ડોઝ બાકી હોય તેવા 144 વ્યક્તિઓ છે. જ્યારે 229 બાળકોનો સમાવેશ થાય છે. માસ વેક્સિનેશનનો કાર્યક્રમ તારીખ 4થી, શનિવાર અને તારીખ 5મી, રવિવારના રોજ સવારે 9થી 6 કલાક સુધી અંબાજી મંદિર, ગાયત્રી સોસાયટી, સેક્ટર-27 ખાતે યોજાશે તેમ ગાયત્રી સોસાયટી વસાહત મહામંડળના પ્રમુખ હિતેન્દ્રસિંહ દરબારે જણાવ્યું છે.

મનપા-ગ્રામ્ય વિસ્તારમાં એકપણ કેસ નહીં
ગત ગુરૂવારે મનપા વિસ્તારમાંથી કોરોનાનો એક કેસ નોંધાયા બાદ શુક્રવારે જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કેસ નોંધાયો નથી. ઉપરાંત કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દીનું મોત તેમજ સાજા થયા નથી. જ્યારે કોરોનાને હરાવવા માટે વેક્સિનેશનના ભાગરૂપે શુક્રવાર જિલ્લાની 11041 લોકોએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારના 3518 લોકો અને ગ્રામ્ય વિસ્તારના 7523 લોકોએ રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...