ભરતી પ્રક્રિયા:BRC, CRC તેમજ URCની પરીક્ષા 8મી મેએ 3 ઝોનમાં લેવાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે પરીક્ષા લેવાશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બીઆરસી, સીઆરસી અને યુઆરસીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેની પરીક્ષા આગામી તારીખ 8મી મે, રવિવારના રોજ સવારે 11થી 4-30 કલાક દરમિયાન યોજાશે. જોકે પરીક્ષા અમદાવાદ, રાજકોટ અને સુરત એમ ત્રણ ઝોનમાં યોજવામાં આવશે.

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ભરતી માટે નિયત કરેલી લાયકાત ધરાવતા શિક્ષકો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. તેમાં રાજ્યમાંથી 11085 શિક્ષકોએ બીઆરસી, સીઆરસી અને યુઆરસી બનવા રસ ધરાવ્યો છે. તેમાં સીઆરસીની પરીક્ષા સવારે 11થી 1 કલાક દરમિયાન લેવાશે.

જ્યારે બીઆરસી અને યુઆરસીની પરીક્ષા બપોરે 2-30થી 4-30 કલાક સુધી યોજાશે. પરીક્ષામાં પ્રશ્નોના જવાબો ઓએમઆર સીટમાં જ આપવાના રહેશે. પરીક્ષામાં 30 મિનિટ પહેલાં જ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જવાનું રહેશે. પ્રવેશપત્ર ઉપર આચાર્ય, બીઆરસી, ટીપીઇઓની સહી અને સિક્કા કરાવવાની રહેશે. પરીક્ષાની હોલ ટિકીટ 1 મેથી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બીઆરસી, સીઆરસી અને યુઆરસીની ભરતીની પરીક્ષા લેવાની જવાબદારી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપાતા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાને ત્રણ ઝોનમાં લેવાનું નક્કી કર્યું છે. તેમાં અમદાવાદમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, પંચમહાલ, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ કરાયો છે.

જ્યારે રાજકોટ ઝોનમાં અમરેલી, બોટાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ ગ્રામ્ય અને શહેરનો તેમજ સુરત ઝોનમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત શહેર અને ગ્રામ્ય, તાપી, ડાંગ, વડોદરા શહેર અને ગ્રામ્ય, વલસાડ જિલ્લાનો સમાવેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...