તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માણસાના બિલોદરા ગામની સીમમાં જુગાર રમતા ચાર શકુનીઓને ઝડપી ક્રાઈમ બ્રાન્ચે 2.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તીન પત્તીનો જુગાર રમતા ચાર શકુનીઓ રંગેહાથ ઝડપાયા
 • પોલીસે બાતમીના આધારે રેડ કરી

માણસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બિલોદરા ગામની સીમમાંથી પૂર્વ બાતમીના આધારે પોલીસે રેડ પાડીને લીમડાના ઝાડ નીચેથી તીન પત્તીનો જુગાર રમતા ચાર શકુનીઓને ઝડપી રૂપિયા બે લાખ 14 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરમાં ચાલી રહેલી પ્રોહીબીશન અને જુગારની ડ્રાઈવ અંતર્ગત ગાંધીનગર એલસીબીના પીએસઆઇ એસપી જાડેજા સ્ટાફના માણસો સાથે માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન એએસઆઈ કેવલસિંહને બાતમી મળી હતી કે, બિલોદરા ગામની સીમમાં તબેલા નજીક લીમડાના ઝાડ નીચે કેટલાંક ઈસમો જુગાર રમી રહ્યા છે.

પૂર્વ બાતમી મળતા એલસીબીની ટીમ સ્થળે તાબડતોબ દોડી ગઈ હતી અને લીમડાના ઝાડ નીચે ગોળ કુંડાળું કરીને તીન પત્તીનો જુગાર રમતા ચાર શકુનિઓને ઝડપી લીધા હતા. પોલીસ ટીમ ત્રાટકતા જ શકુનિઓ નાસભાગ કરવાની ફિરાકમાં હતા પરંતુ એલસીબીની ટીમે તેઓને ચારે તરફથી કોર્ડન કરી લઈ જે સ્થિતિમાં બેઠા હોય તે સ્થિતિમાં જ બેસી રેહવાની સૂચના આપી રેડની કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી હતી.

ચારેય શકુનીઓ પાસેથી રૂ.2.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત સ્થળેથી બિલોદરાના રાહુલ શંકરસિંહ ચાવડા, પીપળજનો અનિલ ઉર્ફે આણંદ ચંદુજી ઠાકોર, મહેસાણાના વિજાપુરના સજ્જાદ હુસેન ઇમામઅલી સૈયદ તેમજ રમીઝ સઈદ એહમદ સૈયદને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરોક્ત ચારેય જુગારીઓ પાસેથી રૂપિયા બે લાખ ત્રણ હજાર 700 રોકડા, ત્રણ મોબાઈલ ફોન, ગંજી પાના મળી કુલબે લાખ 14 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો