તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી:ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે સેક્ટર-15માં આવેલી સ્પોર્ટ હોસ્ટેલ પાસેથી વિદેશી દારૂ સહિત 2.19 લાખના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોર્ડ ગાડીમાંથી વિદેશી દારૂની 48 બોટલો સાથે માણસાનો બુટલેગર ઝડપાયો
 • પૂર્વ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોઠવી હતી વોચ

ગાંધીનગર સેક્ટર-15માં આવેલી સ્પોર્ટ હોસ્ટેલ પાસેના એપ્રોચ રોડ પર પૂર્વ મળેલી બાતમીના આધારે ફોર્ડ ફીગો કારમાં વિદેશી દારૂની 48 નંગ બોટલો ભરીને અમદાવાદના બુટલેગરને ડીલીવરી આપવા જતા માણસાના બુટલેગરને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ રૂ. 2.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરમાં ચાલી રહેલી પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત જિલ્લામાં દારૂની ગેર કાયદેસર હેરાફેરી તેમજ વેચાણ કરતા ઇસમોને ઝડપી લેવા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે જેના પગલે ગઈકાલે ગાંધીનગર એલસીબીના કોન્સ્ટેબલ ધિરેન્દ્રસિંહ બહાદુર સિંહ તેમજ સંજયસિંહ ગાંધીનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સેક્ટર-15માં આવેલી સ્પોર્ટ્સ હોસ્ટેલના એપ્રોચ રોડ તરફથી એક સફેદ કલરની ફોર્ડ ફીગો કાર (નંબર GJ-01-RD-3857)મા વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી થવાની છે.

પૂર્વ બાતમી મળતાં જ એલસીબીની ટીમ તાબડતોડ ઉપરોક્ત સ્થળે દોડી જઈ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. અને ગ રોડ ઉપર સેક્ટર-15 સ્પોર્ટ હોસ્ટેલ પાસેના એપ્રોચ રોડ પર બાતમી મુજબની કાર આવી પહોંચતા તેને કોર્ડન કરી લીધી હતી. બાદમાં એલસીબીએ કારની તલાશી લેતા પાછળની સીટમાં પુઠાનાં 4 કાર્ટુન પડ્યા હતા જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી કુલ 48 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે એલસીબીએ કારના ચાલકની કડકાઇથી પૂછતાછ કરતા તેણે પોતાનું અજય સિંહ નટવરસિંહ વિહોલ(ઉં વ 31,રહે વ્યાસ પાલડી માણસા) હોવાનું જણાવ્યું હતું.

જેને વિદેશી દારૂ વિશે પૂછતાં તે વિદેશી દારૂનો જથ્થો અમદાવાદમાં રહેતાં નિર્મલસિંહ વિહોલને ડીલીવરી આપવા માટે જતો હોવાની વધુ કબૂલાત કરી હતી. અને તેને પીપળજ ગામની સીમમાં રોડ ઉપર ભરત નામના ઈસમે xuv ગાડીમાંથી ચાર પેટી માલ ભરી આપ્યો હતો. જેની ડીલીવરી કરવા માટે પોતાનાં મિત્ર નિર્મલસિંહ પાસે અમદાવાદ જઈ રહ્યો હતો તે દરમિયાન ઝડપાઈ ગયો હતો. જેના પગલે એલસીબીએ વિદેશી દારૂની કિંમત રૂ. 19 હજાર 200, મોબાઈલ ફોન કિ રૂ. 500 તેમજ કાર કિ. રૂ. 2 લાખ મળીને કુલ રૂ. 2 લાખ 19 હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી અજયસિંહ નટવરસિંહ વિહોલની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો