તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમીની પરાકાષ્ઠા:ગાંધીનગર પોલીસ લાઈનમાં રહેતા પ્રેમીએ પૂર્વ પ્રેમિકાના હાથમાં ચપ્પાના ઘા માર્યા, પ્રેમીને જેલની હવા ખાવી પડી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષથી પ્રેમિકાએ સંબંધો કાપી નાખતાં પ્રેમી નાસીપાસ થઇ ગયો હતો
  • ટ્રાફિક પોલીસ મથક નજીક જીવલેણ હુમલો કરી પ્રેમી નાસી ગયો હતો

ગાંધીનગરનાં સેકટર 27 પોલીસ લાઇનમાં રહેતાં આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરનાં પુત્રએ પૂર્વ પ્રેમિકાને સેકટર 22 ટ્રાફિક પોલીસ મથક નજીક આંતરી પ્રેમ સંબંધો ચાલુ રાખવાનું દબાણ કરી તેણીના હાથ ઉપર ચપ્પાના ઘા મારી હાથની નશ કાપી નાખવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયો હતો. જેમાં સેકટર 21 પોલીસે પ્રેમીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના એક વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીનો પીછો કરીને યુવકે હાથ પકડી જબરદસ્તી સંબંધો રાખવા દબાણ કર્યું હતું. યુવતીએ વિરોધ કરતાં યુવકે પોતાની પાસે રહેલા ચપ્પાથી યુવતીના કાંડા પર 4 ઘા માર્યા હતા. પોલીસ પરિવારની યુવતી સાથે આ ઘટના બની છે, જ્યારે આરોપી યુવક પણ પોલીસ પરિવારનો છે. યુવકના માતા પોલીસ ખાતામાં ASI છે. ત્યારે શહેરીજનોમાંચર્ચા થઈ રહી છે કે પોલીસ પરિવારની યુવતી સાથે આવી ઘટના બને તો અન્યનું શું?

શહેરના એક વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. પોલીસ પરિવારમાંથી આવતી યુવતી સેક્ટર-27 નવી પોલીસ લાઈનમાં રહેતાં નિમેશ હિતેન્દ્રકુમાર વાઘેલાને(મકાન નં-9/99) ઓળખતી હતી. બંને પરિવારો વચ્ચે સારા સંબંધોને પગલે યુવક પણ યુવતીનો સારો મિત્ર હતો. જોકે તેની વર્તણૂંક સારી ન હોવાથી યુવતીએ તેની સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી. જેને પગલે નિમેશે વારંવાર યુવતીને ફોન કરીને મિત્રતા રાખવા દબાણ કરતો હતો.

આ સાથે તે યુવતીનો પીછો કરીને હેરાન પણ કરતો હતો. યુવતીએ આ અંગે માતા-પિતાને વાત કરતાં નિમેશના માતા અને ભાઈઓએ પણ તેને અનેકવાર ઠપકો આપેલો છે. શુક્રવારે યુવતી પોતાના કામથી સેક્ટર-22 તરફ આવી ત્યારે નિમેશ પણ તેની પાછળ આવ્યો હતો. જેને પગલે યુવતીએ પોતાના ભાઈ અને નિમેશના ભાઈને ફોન કરીને આ અંગે કહ્યું હતું. યુવતીના ભાઈના આવતા જોઈને નિમેશ ત્યાંથી જતો રહ્યો હતો. યુવતીનો ભાઈ પોતાના કામ અર્થે નિકળ્યા બાદ તે પણ એક્ટિવા લઈને નીકળી હતી. સે-22/23ના કટ પાસે યુવતી પહોંચી ત્યારે નિમેશ અચાનક બાઈક એક્ટિવા આગળ ઊભુ કરી દીધું હતું. અને નિમેશે એક્ટિવાની ચાવી કાઢી લઈને યુવતીને સંબંધ રાખવામાં વાંધો શું કહ્યું હતું.

યુવતીએ પોતાના ભાઈને ફોન કરીને નિમેશથી દૂર જવાનો પ્રયત્ન કરતાં તેણે યુવતીનો હાથ પકડી લીધો હતો. એક રાહદારી યુવતીને પ્રાઈવેટ હોસ્પિટલમાં ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લઈ ગયો હતો. આ દરમિયાન યુવતીનો ભાઈ પણ આવી ગયો હતો. યુવતીને સારવાર લીધા બાદ સેક્ટર-21 પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. સેક્ટર-21 પોલીસે યુવકને ઝડપી લઈને તેની સામે કાર્યવાહી કરી હતી.

નિમેષ તેની પૂર્વ પ્રેમિકાનો અવારનવાર પીછો કર્યા કરતો

ગાંધીનગર પોલીસ લાઈન માં રહેતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરનાં પુત્ર નિમેશ વાઘેલાને અત્રે પોલીસ લાઈનમાં જ રહેતી 22 વર્ષીય યુવતી સાથે બે વર્ષ અગાઉ પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ નીમેષ કોઈ કામ ધંધો કરતો નહીં હોવાથી અને તેની વર્તણૂક સારી નહીં હોવાથી યુવતીએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

ઠપકો આપતા તો તે થોડા દિવસ માટે પીછો કરવાનું છોડી દેતો

તેમ છતાં નિમેષ તેની પૂર્વ પ્રેમિકાનો અવારનવાર પીછો કર્યા કરતો હતો અને ફરીવાર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કર્યા કરતો હતો. પરંતુ યુવતી આ બાબતે કોઈ કાળે માનવા તૈયાર થઈ ન હતી. અવારનવાર નિમેશ હેરાન પરેશાન કરતો હોવાથી યુવતીએ તેના પરિવારજનોને આ બાબતે જાણ કરી હતી જેથી નિમેશને ઠપકો આપતા તો તે થોડા દિવસ માટે પીછો કરવાનું છોડી દેતો હતો.

ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને ધમકી આપી

ગઈકાલે યુવતી તેનું એકટીવા લઈને સેક્ટર 22માં આવી હતી. ત્યારે નિમેષ તેની પાછળ બાઇક લઇને પીછો કરી રહ્યો હતો. જેના કારણે તે ગભરાઈ જતા સેક્ટર 22 ટ્રાફિક પોલીસ સ્ટેશન પાસે ઊભી રહી ગઇ હતી. જ્યાં નિમેષ અચાનક તેની પાસે આવી ગયો હતો અને એકટીવાની ચાવી કાઢી લઇ કહ્યું કે મારી સાથે સંબંધો રાખવામાં તને શું તકલીફ છે. જેથી ગભરાઇ ગયેલી યુવતીએ તેનાથી દુર જવાનો પ્રયાસ કરતા નિમેષ તેનો જમણો હાથ પકડી ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને ધમકી આપી જમણા હાથની કલાઈ પર ચાર જેટલા ઘા મારી દીધા હતા.

ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલ ભેગો કર્યો

અચાનક પ્રેમની પરાકાષ્ઠામાં પાગલ થઈ ગયેલા નિમેષે પૂર્વ પ્રેમિકાની હાથની નસ કાપી નાખવાનો પ્રયાસ કરતા તેણીના હાથમાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. જેથી યુવતીએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભીડને જોઈ નીમેષ તેની પૂર્વ પ્રેમિકાને લોહીલુહાણ હાલતમાં છોડીને નાસી ગયો હતો. બાદમાં યુવતીને ખાનગી વાહનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે સેક્ટર 21 પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ. બી. ભરવાડે ગુનો નોંધી પ્રેમી નિમેશની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલ ભેગો કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...