તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નગર પ્રા.શિક્ષકોને 4200 ગ્રેડ નહીં તો સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શિક્ષક સંઘની શિક્ષણ મંત્રીને રજૂઆત

નગર પ્રાથમિક શિક્ષકોને મળવાપાત્ર 4200 ગ્રેડ પે આપવાની માગણી સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ઉપરાંત જો ગ્રેડ પેના મામલે કોઇ જ નિર્ણય લેવામાં નહીં આવે તો શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કારની ચીમકી ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે ઉચ્ચારી છે.

નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓ ની પ્રાથમિક શાળા શિક્ષકોને મળવાપાત્ર રૂપિયા 4200 ગ્રેડ પેનો લાભ આપવામાં આવતો નથી. જ્યારે જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને તેનો લાભ આપવા આવી રહ્યો છે. વર્ષ-2010 પછી ભરતી થયેલા પ્રાથમિક શાળાના શિક્ષકોએ મળવાપાત્ર ગ્રેડ-પે 4200 આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં નગર પ્રાથમિક શાળાના શિક્ષકોને માટે કોઈ ઉલ્લેખ કરાયો નહીં હોવાથી નગર પ્રાથમિક શાળાના શિક્ષકો આ લાભથી વંચિત છે.

રાજ્ય નગર પ્રા.શિ. સંઘના પ્રમુખ દ્વારા રૂપિયા 4200 ગ્રેડ પે ના મામલે વિસંગતતાઓ દૂર કરી નગર પ્રાથમિક શાળાના શિક્ષકોને તેનો લાભ આપવાની માગણી સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ઉપરાંત જો ગ્રેડ પેનો લાભ આપવામાં નહીં આવે તો શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...