શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવનાર પ્રાથમિક શિક્ષકોની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રદ કરવાની માગણી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે. આથી આગામી 22મી સુધી રદ કરવાની સમય આપ્યો છે. ત્યારબાદ 24મી ઓગસ્ટથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખે ઉચ્ચારી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ તારીખ 24મી ઓગસ્ટથી શરૂ કરવાનો આદેશ કર્યો છે.
શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં ધોરણ 1 થી 5 ના શિક્ષકો ધોરણ 6 થી 8ના ભાષા વિષયના શિક્ષકો તેમજ ધોરણ 6થી 8 ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકો એમ ત્રણ તબક્કામાં કરવામાં આવનાર છે. શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ માટે પ્રાથમિક શિક્ષકોએ રાજ્ય પરિક્ષા બોર્ડની વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરીને તેમાં વિષય સંબંધી આપેલા કલમનો પ્રતિચાર આપવાના છે. જોકે રાજ્યના કોઇપણ સરકારી કર્મચારીઓની સજ્જતાનો સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું નથી. માત્ર ને માત્ર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોનુજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરવામાં આવતાં પ્રાથમિક શિક્ષકોમાં રોષની લાગણી ઉઠવા પામી છે.
શિક્ષક સજ્જતા સર્વેક્ષણને રદ કરવાની માગણી સાથે પ્રાથમિક શિક્ષકોએ પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘને રજૂઆત કરી છે. રાજ્યભરના પ્રાથમિક શિક્ષક કોડી લિખિત રજૂઆતને પગલે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરીને પ્રાથમિક શિક્ષકો માટે ૨૪મી ઓગસ્ટથી શરૂ થનાર શિક્ષક સજ્જતા સર્વેક્ષણની રદ કરવાની માગણી સાથે લેખિત રજૂઆત કરી છે આથી આગામી 22મી ઓગસ્ટ સુધી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણને રદ કરવાનો કોઇ જ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી 24મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકો દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.