તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Both BJP Candidates Will Fill Up Forms For Rajya Sabha Elections Tomorrow Morning, Congress Will Not Field Candidates, Both Will Be Uncontested Winners

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનું નામાંકન:રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બંને ઉમેદવારો આવતીકાલે સવારે ફોર્મ ભરશે, કોંગ્રેસ ઉમેદવારો નહીં ઉભા રાખે, બંને બિનહરિફ વિજેતા થશે

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસ ઉમેદવારો નહીં ઉભા રાખે હવે ભાજપના બંને ઉમેદવારો બિનહરિફ વિજતા થશે - Divya Bhaskar
કોંગ્રેસ ઉમેદવારો નહીં ઉભા રાખે હવે ભાજપના બંને ઉમેદવારો બિનહરિફ વિજતા થશે
 • રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને ભાજપમાંથી ટિકીટ મળી છે
 • રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે

ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ ચૂંટણી માટે ભાજપે બે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને ભાજપમાંથી ટિકીટ મળી છે. જ્યારે કોંગ્રેસ તરફથી હજી સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. હવે ભાજપના બંને ઉમેદવારો ભાજપના પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી મંડળના સભ્યો, સાંસદ સભ્યો તથા ધારાસભ્યોની હાજરીમાં ગુરુવારે સવારે 10.00 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરશે.
બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજાશે
ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના નિધન બાદ બે બેઠકો ખાલી પડી હતી
ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના નિધન બાદ બે બેઠકો ખાલી પડી હતી

રામભાઈ ભાજપના સક્રિય આગેવાન છે
રામભાઈ મુળ પોરબંદરના વતની છે.તેમને એક દિકરી અને બે દિકરા છે. તેઓ 1976થી વિદ્યાર્થી પરિષદ, સંઘ પરિવાર અને VHP સાથે જોડાયેલા છે. તેમને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી સાથે ખૂબ જ સારા સંબંધો છે. તેઓ 1978 જનસંઘમાં જોડાયા બાદમાં ભાજપમાં જોડાયા હતાં.1989 નગરપાલિકામાં પ્રથમવાર કાઉન્સિલર બન્યા હતાં. તેઓ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે.તેઓ પોરબંદરમાં ભાજપના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.તેમણે પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે 1985માં મારૂતિ કુરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખેતી સાથે સંકળાયેલા પણ છે.
દિનેશ પ્રજાપતિ ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે. રામભાઈ મોકરીયાની સાથે ઉત્તરગુજરાતમાં ભાજપના આગેવાન તથા ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ટિકિટ આપી છે. દિનેશ પ્રજાપતિ ડિસાભાજપના આગેવાન છે.

રામભાઈ મોકરીયા વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે સારા સંબંધો ધરાવે છે
રામભાઈ મોકરીયા વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે સારા સંબંધો ધરાવે છે

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો નહી ઊભા રાખે
કોંગ્રેસે ધારાસભ્યોની સભ્ય સંખ્યાને ધ્યાને રાખીને, રાજ્યસભાની બે બેઠક માટે ઉમેદવારો ઊભા નહી રાખવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે, ભાજપે આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલા રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિ, ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે બિનહરીફ વિજેતા જાહેર થશે. રાજ્યસભાની બે બેઠક માટે એક જાહેરનામાને બદલે અલગ અલગ જાહેરનામુ બહાર પાડ્યુ હોવાથી, ઉમેદવાર વિજયી થાય એટલી માત્રામાં મતદાન કરી શકે એટલા ધારાસભ્યો કોંગ્રેસ પાસે નથી. જેના કારણે તેઓ જે કોઈ ઉમેદવાર ઊભા રાખે તેનો હાર નિશ્ચિત હોવાથી, ઉમેદવાર ઊભા નહી રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં જનારા કોંગ્રેસના સભ્યની સંખ્યા હવે ઘટીને માત્ર ત્રણ જ થઈ જશે.
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે અને અહેમદ પટેલ સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ બંને બેઠક પર ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો