ફરિયાદ:અમદાવાદના દરિયાપુરમાં બુટલેગરો મતદારોને ધમકાવી રહ્યા છે: ગ્યાસુદ્દીન શેખ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોંગ્રેસના ઉમેદવારની ECને ફરિયાદ

ચૂંટણીમાં મતદારોને પોતાના તરફ કરવા માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવાઈ રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના દરિયાપુર વિધાનસભાના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે આ અંગેનો એક વીડિયો ચૂંટણી પંચને રજૂ કર્યો છે.

તેમણે આક્ષેપ કર્યો છે કે, દરિયાપુરમાં બુટલેગરો ખુલ્લી જીપમાં ફરી ગરીબ મતદારોને ધાકધમકી આપી ભાજપના ઉમેદવાર કૌશિક જૈન તરફી મતદાન કરવા ધમકાવી રહ્યા છે. કૌશિક જૈનને હાર પહેરાવવા ફરજ પાડે છે. શાહપુરમાં કિશોર મારવાડી, ચંદ્રેશ વ્યાસ ગરીબ લોકોને ધમકાવે છે. મનપંસદ જિમખાનાના એક શખ્સે પણ બહેનોને ધમકાવી હતી. અમે પંચને ફરિયાદ કરી છે અને નીડર અને નિષ્પક્ષ અધિકારીને મૂકવા માગ કરી છે.

ગ્યાસુદ્દીન શેખ હાર ભાળી ગયા છે: જૈન

આ બાબતે કૌશિક જૈનનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે, ગ્યાસુદ્દીન કાગળનો વાઘ છે, આવી ફરિયાદ કર્યા કરે છે, પુરાવા આપે. અત્યાર સુધીનો ધારાસભ્ય કોણ હતો? વ્યક્તિ પહેલાં એક બોટલ વેચે, જુગારનું સ્ટેન્ડ ચલાવે પછી મોટો થાય અને બુટલેગર બને એટલે એના સમયમાં દારૂ-જુગારના અડ્ડા ચાલે છે. ગ્યાસુદ્દીન શેખ હાર ભાળી ગયા હોવાથી આવી ફરિયાદો કરે છે. તેમણે તેમના કાર્યકાળમાં પોતાનો વિકાસ કર્યો છે, દરિયાપુરનો નહીં.

અન્ય સમાચારો પણ છે...