તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ પકડાયો:ગાંધીનગરના પોરનાં કબ્રસ્તાન પાસેથી 466 બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો,ત્રણ ફરાર થવામાં સફળ

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરના પોર ગામે આવેલ કબ્રસ્તાન પાસેથી અડાલજ પોલીસે ગઈ મોડીરાત્રે બે એકટીવા માંથી વિદેશી દારૂની ૪૬૬ બોટલનો જથ્થો ઝડપી લઈ એક બૂટલેગરને ઝડપી લીધો હતો જ્યારે અન્ય ત્રણ બુટલેગરો અંધારાનો લાભ લઇ ફરાર થવામાં સફળ થયા હતા આ અંગે અડાલજ પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ ફોન તેમજ વાહન મળી કુલ રૂપિયા 1,61 590નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર કરનાર ઈસમોને ઝડપી લઈ અસરકારક કામગીરી કરવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ધ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. ત્યારે અડાલજ પોલીસે ગઈ મોડી રાત્રે પુર્વ બાતમીના આધારે પોર ગામનાં કબ્રસ્તાન પાસેથી અમદાવાદનાં બુટલેગરને આબાદ રીતે ઝડપી લીધો હતો.

આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનનાં ઈન્સ્પેક્ટર ડી. એસ. ચૌધરીનાં જણાવ્યા અનુસાર, મોડી રાત્રે સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે પોર ગામનોં વિજય બળદેવજી ઠાકોર વિદેશી દારૂનાં જથ્થાની હેરાફેરી કરવાનો છે. જેનાં પગલે પોલીસ por નાં કબ્રસ્તાન પાસે વોચ ગોઠવી દીધી હતી. જ્યાં અમદાવાદનાં કુબેરનગરની ભાગ્યોદય સોસાયટી, જે. જે. પાર્ક બાજુ રહેતો રાહુલ પરેશભાઈ બારોટ એકસેસ નં- Gj-01vx-9829 ને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે એક્સેસ ની ડેકી તેમજ તેની પાસે રહેલાં વિમલ કંપનીના થેલા ની તલાશી લેતાં ઓફિસર ચોઈસ વિસ્કી 180 મી. લી નાં 234 કવાર્ટર કિંમત રૂ. 26910 મળી આવ્યા હતાં.

જયારે આ સ્થળ પરથી અન્ય એક એકસેસ પણ મળી આવ્યું હતું. જેની તલાશી લેતાં તેમાંથી પણ ઓફિસર ચોઈસનાં 232 કવાર્ટર કિં. રૂ. 26680 મળી આવ્યાં હતાં. પોલીસ ની પ્રાથમીક તપાસમાં રાહુલ બારોટ સહિત વિજય ઠાકોર, સુશીલ ઠાકોર તેમજ અન્ય એક અજાણ્યો શખ્સ અંધારા નો લાભ લઈ વિદેશી દારૂની હેરાફેરી કરવાના હોવાનું ખુલવા પામ્યું છે. જો કે રાહુલ બારોટ સિવાય અન્ય ત્રણ બુટલેગરો અંધારાનો લાભ લઈ નાસી છુટયા હતા. હાલ પોલીસે વિદેશી દારૂ ની કુલ 466 નંગ બોટલો જપ્ત કરી, મોબાઈલ, એકસેસ મળી કુલ 1,61,590 નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છુટેલા બુટલેગરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો