તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દહેગામના પાલૈયા રોડ ઉપર બોલેરો પલટતાં ત્રણના ઘટનાસ્થળે મોત, મૃતકો ઓઢવ-નિકોલ અને ભાટના રહેવાસી

ગાંધીનગર16 દિવસ પહેલા
 • પાલૈયાના ત્રણ રસ્તાથી અમદાવાદ તરફ જતી બોલેરો ગાડીને અકસ્માત નડ્યો
 • ત્રણેય મૃતકો આશરે 50થી વધુ વયના, ઓઢવ, નિકોલ અને ભાટ ગામના ભરવાડ કોમના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

ગાંધીનગર જિલ્લાના દહેગામના પાલૈયા રોડ પર આજે બપોરના સમયે બોલેરો ગાડીના ચાલકે પોતાની ગાડી પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ રોડની સાઇડમાં ચોકડીમાં પલટી ખાઇને ઝાડ સાથે અથડાતા ગાડીમાં સવાર ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે 108 તેમજ દહેગામ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ મૃતકોની ઓળખ વિધિ કરવાની કામગીરીમાં લાગી ગઈ હતી.

ગાંધીનગરના દહેગામ પાલૈયા ત્રણ રસ્તાથી થોડે દૂર રેવાબા સ્કૂલની આગળ આજે બપોરના સમયે બોલેરો ગાડીનો ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. પાલૈયાના ત્રણ રસ્તાથી અમદાવાદ તરફ જતી બોલેરો ગાડી (નંબર. GJ-01-HZ-5197)ના ચાલકે પોતાની ગાડી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે બોલેરો ગાડી રોડની સાઈડમાં આવેલ નીચે ખાડામાં પલટી ખાઈને પડી ગઈ હતી.

આ અકસ્માત સર્જાતા જ ત્યાંથી પસાર થનાર વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉભા રહી ગયા હતા અને ઝાડ સાથે અથડાયેલી બોલેરો ગાડીના દરવાજા તોડીને ગાડીમાં સવાર ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમાં બે લોકોના સ્થળ પર જ શરીરે ગંભીર ઇજાઓ થવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લઈ જાય તે પહેલાં જ મોત થયું હતું.

આ અંગે દહેગામ પોલીસ મથકના પી.એસ.આઇ જે કે રાઠોડે જણાવ્યું હતું કે, બોલેરો ગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી જેમાં આશરે 50થી વધુ વયની ઉંમરના ત્રણ વ્યક્તિઓ મોતને ભેટયા હતા. પ્રાથમિક તપાસમાં ત્રણેય મૃતકો ભરવાડ કોમના હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય મૃતકો ઓઢવ નિકોલ અને ભાટના હોવાનું હાલમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જેમાં એક મૃતકનું નામ સતીશ ભરવાડ તેમજ બીજા મૃતકનું નામ જકશી ભરવાડ તેમજ ત્રીજા મૃતકનું નામ કાંતિ ભરવાડ હોવાની પ્રાથમિક વિગતો હાલમાં મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો