તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર ના અંબાપુર નર્મદા કેનાલમાંથી એક યુવકની વિકૃત હાલતમાં લાશ મળી આવતા અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બંને લાશની ઓળખ વિધિ કરવા માટે કવાયત હાથ ધરી હતી.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી લાશ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ગત તારીખ 25 માર્ચ ના રોજ અંબાપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આશરે 35 થી 40 વર્ષીય અજાણ્યા યુવાનની બિનવારસી હાલતમાં વિકૃત લાશ મળી આવી હતી જેણે શરીરે સફેદ રંગનું લાઈનીગ વાળો આખી બાંયનું શર્ટ તેમજ બ્લૂ રંગનું જીન્સ પહેરેલ છે.તેના જમણા હાથે પોતાના ભાગે દોરો બાંધેલો છે. નર્મદા કેનાલમાંથી મળી આવેલી લાશની ઓળખવિધિ હજી સુધી થઇ શકી નથી ત્યારે આજે કેનાલમાંથી વધુ એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી.
આજે પણ અંબાપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આશરે 35 વર્ષીય અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી. જેના પગલે અડાલજ પોલીસ કેનાલ પર દોડી ગઈ હતી અને આસપાસના ગ્રામજનો ની પૂછપરછ કરી લાશની ઓળખ વિધિ કરવાની કવાયત હાથ ધરી હતી આજે મળી આવેલ અજાણ્યા પુરુષે શરીરે બ્લુ કલરનું શર્ટ તેમજ બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તેના હાથ પર આઈ શ્રી ખોડીયાર નું ટેટુ ચીતરેલું છે ઉપરોક્ત બનેલા અંગે કોઈને માહિતી કે પત્તો મળે તો અડાલજ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.