તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરના ગિફ્ટ સિટી પાસે આવેલા શાહપુર બ્રિજ નીચેથી આજે સવારના સમયે કોઈ અજાણી મહિલાની જાનવરોએ ફાડી ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી આવતા ડભોડા પોલીસે લાશનું પેનલ ડોકટર મારફતે પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસનો દોર હાથ ધર્યો હતો.
ગાંધીનગરના રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી તરફ જતા આવેલા શાહપુર બ્રિજ નીચેથી કોઈ અજાણી મહિલાની લાશ પડી હોવાની જાણ ગામના સરપંચ દ્વારા કરવામાં આવતા ડભોડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. બ્રિજ નીચેથી લાશ મળી હોવાની જાણ થતા ગ્રામજનો તેમજ રાહદારી વાહનચાલકો મોટી સંખ્યામાં બ્રિજ ઉપર દોડી આવ્યા હતા. પોલીસે સ્થળ પર જઇ તપાસ હાથ ધરતા બ્રિજની નીચે ખૂણાની ઝાડીઓમાં અત્યંત વિકૃત હાલતમાં આશરે 30થી 35 વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવી હતી.
આશરે બે-ત્રણ દિવસ જૂની મહિલાની લાશને જાનવરોએ કરડી ખાધી હોવાના કારણે તેની ઓળખવિધિ કરવી પોલીસ માટે મુશ્કેલ બની ગયું હતું. જેના પગલે ડભોડા પોલીસે એફએસએલની ટીમને પણ બોલાવી લીધી હતી એફએસએલની ટીમે જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ પોલીસે લાશનું પંચનામું કર્યું હતું.
આ અંગે ડભોડા પોલીસ મથકના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે 30થી 35 વર્ષીય અજાણી મહિલાની લાશ બે-ત્રણ દિવસ જૂની હોવાના કારણે તેમજ જાનવરોએ ફાડી ખાધી હોવાથી કોહવાયેલી વિકૃત હાલતમાં મળી આવી છે. જેની ઓળખ વિધિ કરવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ પણ કરવામાં આવી હતી. જોકે અજાણી મહિલાની લાશની ઓળખ વિધિ થઈ ન હતી. હાલમાં પેનલ ડોક્ટરોની તે મારફતે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.