તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણ વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરબદલ કરવામાં આવ્યો હોવાનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં શિક્ષણ બોર્ડના લેટર પર બોર્ડની પરીક્ષા જુન મહિનામાં યોજાશે તેવો પરિપત્ર ફરતો થયો હતો. બીજી તરફ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરિપત્ર ખોટો હોવાનો દાવો કર્યો છે.
પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર નહીં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે એક પરિપત્ર મારફતે જણાવ્યું હતું કે શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં લેવાનાર બોર્ડની પરીક્ષાની તારીખમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આગાઉ શિક્ષણ બોર્ડ દ્રારા નક્કી કરેલા ટાઈમ ટેબલ હેઠળ પરીક્ષા લેવાશે.
શિક્ષણ બોર્ડે વાલીઓ અને વિધાર્થીઓને અપીલ કરી
શિક્ષણ બોર્ડે વાલીઓ અને વિધાર્થીઓને અપીલ કરી હતી કે આવા ખોટા પરિપત્ર પર વિશ્વાસ કરવો નહીં. કોઈ અજાણ્યા શખસે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયામાં પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને બનાવટી અખબારી યાદી વાઈરલ કરેલ છે.
ધોરણ-10અને 12ની પરીક્ષાની તારીખો અંગે કોઇએ બોગસ મેસેજ બનાવીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. પહેલી એપ્રિલનો મેસેજ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને એપ્રિલ ફૂલ બનાવવાનો તેમજ ગેરમાર્ગે દોરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે. બોર્ડની પરીક્ષા 10મી મેથી 25મી મે સુધીમાં લેવામાં આવશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.