તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમ લગ્નનો કરુણ અંજામ:ગાંધીનગરમાં પ્રેમલગ્નના બે વર્ષનો લોહિયાળ અંત, પતિએ જાહેરમાં છરીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી

ગાંધીનગર12 દિવસ પહેલા
પાર્કિંગમાં હત્યા કરી આરોપી પતિ ફરાર થઇ ગયો
 • સેક્ટર-26માં આવેલા મુખવાસ મોલ નજીકના પાર્કિંગમાં પતિએ ખુલ્લેઆમ પત્નીની હત્યા કરી
 • બે વર્ષ પહેલાં થયેલાં લગ્નમાં થોડા સમયથી ભંગાણ પડયું હતું

અમદાવાદના નરોડા ખાતે રહેતા પ્રેમી પતિએ આજે બપોરના સમયે ગાંધીનગર આવીને પ્રેમ લગ્નની ચાલતી માથાકૂટ વચ્ચે એકદમ ઉશ્કેરાઇ જઇને યુવાન પત્નીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગરના સેક્ટર-26માં આવેલા મુખવાસ મોલ નજીકના પાર્કિંગમાં બપોરના સમયે બનેલી ઘટનાથી આ વિસ્તારમાં સોપો પડી ગયો હતો. આ અંગે સેક્ટર-21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસનો દોર હાથ ધર્યો છે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ખોરજ ડાભીના અને હાલમાં કોલવડા ખાતે રામજી મંદિર દરબાર વાસમાં રહેતા હરેશભાઈ ડાભીની 21 વર્ષીય દીકરી દિવ્યાએ બે વર્ષ અગાઉ અમદાવાદના સ્વામિનારાયણ પાર્ક ખાતે રહેતા યોગેશ ભગવાનદાસ પાટીલ નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જેના કારણે પરિવારે દીકરી સાથેના સંબંધો કાપી નાખ્યા હતા.

દિવ્યા દોઢ મહિના અગાઉ પતિનું ઘર છોડીને પિયર આવી
છેલ્લા બે વર્ષથી દિવ્યા તેની સાસરીમાં તેના પતિ સાથે રહેતી હતી, પરંતુ થોડા ટાઈમ પછી આ પ્રેમ લગ્નમાં ભંગાણ પડયું હતું જેના કારણે દિવ્યાને પતિ યોગેશ તેમજ સાસરિયાઓ શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. જેના પગલે દિવ્યા આશરે દોઢેક મહિના અગાઉ પતિનું ઘર છોડીને પિયર આવી ગઈ હતી. પરિવારે પણ દિવ્યાને સાસરી તરફથી ત્રાસ મળતો હોવાથી અપનાવી લીધી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી દિવ્યા સુમસામ રહેતી હતી અને કોઈની સાથે ખાસ વાતચીત પણ કરતી ન હતી. જેના ડિવોર્સની પણ વાતચીત ચાલી રહી હતી. દિવ્યાએ નાાની ઉંમરમાં લગ્ન કર્યા લગ્ન કર્યા હોવાથી pokso એકટ હેેઠળ ગુનો નોંધાયો હતો.

આરોપી પતિ યોગેશ ભગવાનદાસ પાટીલ
આરોપી પતિ યોગેશ ભગવાનદાસ પાટીલ

બીજી તરફ દીકરી દિવ્યા માનસિક રીતે ભાંગી ગઈ હોવાથી પરિવારજનોએ તેને ગાંધીનગરના સેક્ટર-26માં આવેલા મુકવા મોલ ખાતે નોકરી શરુ કરાવી દીધી હતી, પરંતુ સવારે નવથી પાંચની નોકરી દરમિયાન દિવ્યા કોઈની સાથે વાતચીત કરતી ન હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી તેનો પતિ યોગેશ તેને મનાવવા માટે આવી રહ્યો હતો, પરંતુ કૌટુંબિક ઝગડાઓના કારણે બંને વચ્ચે સમાધાન શક્ય બન્યું ન હતું.

ત્યારે આજે બપોરે પણ યોગેશ દિવ્યાને મળવા આવ્યો હતો અને કહેલું કે, લગ્નનો અંત આવી રહ્યો છે ત્યારે તારી બધી વસ્તુઓ તને આપવા માટે આવ્યો છું. એ વખતે દુકાનમાં માત્ર ત્રણ જણનો સ્ટાફ હતો જેમાં પ્રતીક્ષા ચાવડા તેમજ દિવ્યા અને અન્ય એક કર્મચારી દુકાન સંભાળી રહ્યા હતા. કેમ કે, દુકાનના માલિકને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તેઓ દુકાન પર આવ્યા ન હતા. બાદમાં યોગેશએ આવીને ફોન કરતા દિવ્યા તેને મળવા માટે નીચેના પાર્કિંગમાં ગઈ હતી.

પાર્કિંગમાં હત્યા કરી આરોપી પતિ ફરાર થઇ ગયો
જ્યાં ઔપચારિક વાતચીત થયા બાદ યોગેશે દિવ્યાને તેનો સામાન પરત કર્યો હતો. જે લઈને દિવ્યા પરત દુકાને આવી હતી અને સામાન્ દુકાન મૂકીને પાણી પીને આવું છું તેમ કહી પાછી ગઈ હતી. તે દરમિયાન યોગેશ તેને નજીકની પોલિટેકનિક પાસે આવેલા મોબી બ્યુટી પાર્લરની સાઈડમાં આવેલા દવાખાના નજીકના પાર્કિંગમાં લઈ ગયો હતો જ્યાં બંને વચ્ચે માથાકૂટ થઇ હતી જેના કારણે અગાઉથી જ પ્લાનિંગ સાથે આવેલા યોગેશે એકદમ ઉશ્કેરાઇ જઇને દિવ્યા પર છરીના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે દિવ્યા જમીન પર ફસડાઇ પડી હતી અને હુમલો કર્યા બાદ યોગેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ બનાવની જાણ થતા સેક્ટર-21 પોલીસ મથકના ઇન્સ્પેક્ટર મનોજ ભરવાડ પોતાના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં લોહી થી લથપથ દિવ્યાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે દિવ્યાને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ થતા દિવ્યાની માતા પ્રવિણાબેન ડાભી સહિતના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. આ અંગે સેક્ટર-21 પોલીસે ગુનો નોંધીને દિવ્યાનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી ફરાર યોગેશને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

માતા પર ફોન આવ્યો દિવ્યા લોહી લુહાણ હાલતમાં પડી છે
રવિવારે બપોરે ત્રણ વાગ્યાના સુમારે પ્રવિણાબા પર દિવ્યાની સાથે નોકરી કરતી યુવતીનો ફોન આવ્યો હતો. જેમાં પ્રવિણાબેન પોતાની 14 વર્ષની દિકરીને લઈને ત્યાં પહોંચ્યા હતા. જેમાં ઓશિયા મોલના પાછળના પાર્કિગવાળા ખુલ્લા ભાગમાં દિવ્યા લોહીલુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડી હતી. જેમાં તેના પેટ, ગળા, હાથ-પગે તીક્ષ્મ હથિયારના ઘા વાગેલા હતા.

અમે જોયું તો એક છોકરો દિવ્યાને કોઈ હથિયાર વડે મારતો હતો
દિવ્યા સાથે કામ કરતાં પ્રતિક્ષા નામની યુવતીએ કહ્યું હતું કે,‘દિવ્યા બહાર ગઈ તેના પછી થોડીવારમાં બહારથી એક ભાઈ મોલમાં દોડતો આવ્યો હતો. જેને તમારા મોલમાં કામ કરતી છોકરીને કોઈ મારે છે કહેતાં પ્રતિક્ષા ત્યાં દોડી હતી. જ્યાં એક છોકરો દિવ્યાને કોઈ હથિયાર વડે મારતો હતો. લોકોને આવતા યુવક નજીકમાં મુકેલું બાઈક લઈને ભાગી ગયો હતો. તે સમયે મે જોયું તો તે દિવ્યાનો પતિ યોગેશ હતો.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો