હુમલો:શેરથામાં પાર્લર ઉપર બેઠેલા યુવક ઉપર બ્લેડથી હુમલો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકને 5 લોકોએ માર મારી ઇજા કરી

શેરથા ગામના કસ્તુરીનગરમા આવેલા એક પાર્લર ઉપર બેઠેલા યુવક ઉપર 5 લોકોએ હુમલો કર્યો હતો. યુવક પાર્લર ઉપર બેઠો હતો, તે સમયે ગામના જ યુવકે તુ અહિંયાથી જતો રે કહ્યુ હતુ. પરંતુ ત્યારપછી પણ યુવક બેઠો રહેતા તેને ગાળો બોલી હતી. ત્યારબાદ એક યુવકે બ્લેડ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે અન્ય યુવકોએ માર માર્યો હતો. જેને લઇને અડાલજ પોલીસ મથકમા 5 લોકો સામે ફરિયાદ કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

નરેશ પોપટજી ઠાકોર (રહે, શેરથા, કસ્તુરીનગર)એ ફરિયાદ નોંધાવી હતી કે, શેરથા કટ પાસે આવેલા ખોડીયાર પાન પાર્લર ઉપર હુ બેઠો હતો. તે સમયે કસ્તુરીનગર પરામા રહેતો રાકેશ સોમા પરમાર અને મનહર ગોવિંદ પરમાર અને તેના ત્રણ મિત્રો આવ્યા હતા. ત્યારબાદ મને કહેવા લાગ્યા હતા કે, તુ અહિંથી જતો રે, તે સમયે મે કહ્યુ હતુ કે, હુ તો ખાલી બેઠો છુ, તે જ સમયે તેનો કુટુંબી ભાઇ ત્યાથી પસાર થયો હતો, ત્યારે તેને પણ કહ્યુ હતુ કે, તુ આ નરેશને લઇ જા. તે સમયે તેના ભાઇએ પણ કહ્યુ હતુ કે, ખાલી બેઠો છે બેસવા દેને શુ નડે છે, કહી તેનો ભાઇ જતો રહ્યો હતો. બાદમા રાકેશ પરમાર ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારે ગાળો બોલવાની ના પાડતા રાકેશ ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો અને નીચે પાડી તેનો પક્ષ લેતા મનહર અને તેના ત્રણ મિત્રો પણ માર મારવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...