તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:ભાજપના વોર્ડ નં-10ના ઉમેદવાર મહેન્દ્ર પટેલને કોરોના થતાં ઉમેદવારોમાં ફફડાટ

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હવે સિવિલમાંથી કાર્યકરોને નિયમોનું પાલન કરવા સંદેશો આપ્યો
 • પટેલે 6 માર્ચે રસી લીધી, 1 એપ્રિલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ફર્યા બીજા દિવસે બીમાર પડ્યા!

ગાંધીનગરમાં વધતાંકેસો વચ્ચે યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં હવે નેતાઓ સંક્રમિત થવા લાગ્યા છે. રવિવારે ભાજપના વોર્ડ નં-10ના ઉમેદવાર અને મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ(દાસ) કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ અંગે તેમના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલાં સાંજે તેઓ ભાજપની એક મિટિંગમાં હાજર રહતા ત્યારે તેમને હળવા તાવ અને ઉધરસની તકલીફ પડી હતી. જેને પગલે ડોક્ટરની સલાહ મુજબ તેઓએ દોઢ દિવસ આરામ કર્યો હતો. રવિવારે સવારે વધુ તાવ લાગતા તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતા તેઓ ગાંધીનગર સિવિલમાં સારવાર માટે દાખલ થયા છે. તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરી છે.

મહેન્દ્ર દાસે 6 માર્ચના દિવસે જ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે ચૂંટણીની કામગીરી અને બેઠકોમાં અનેક કાર્યકરોને મળનારા દાસને કોરોનાનો ચેપ લાગી ગયો હતો. 1 એપ્રિલના રોજ ચૂંટણી ફોર્મ ભરવાના સમયે મહેન્દ્ર દાસે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કર્યું ન હતું. ફોટો પડાવવા સહિતની સમયે તેઓએ માસ્ક ઉતારી દીધું હતું. બીજી તરફ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરતા સમયે પણ ભારે ભીડ જોવા મળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ , માસ્કના નિયમોના ધજાગરા ઉડતા નજરે આવ્યાં. આવા કોઈ સમયે મહેન્દ્ર દાસને ચેપ લાગ્યો હોવાની શક્યતા છે કે કારણ કે બીજા જ દિવસે સાંજે તેઓની તબિયત થોડી બગડી હતી.

ત્યારે હવે તેમના સંપર્કમાં આવેલા કાર્યકરો, અન્ય નેતાઓ અને સરકારી અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. કોરોના વધતા કેસો વચ્ચે ચૂંટણી નહીં યોજવા અનેક લોકોની રજૂઆત અને માંગણીઓને રાજકીય પક્ષો કે સરકારી તંત્રએ ગણકારી ન હતી. કોરોનાના નિયમોના પાલન સાથે ચૂંટણી યોજવાના દાવાઓ વચ્ચે નિયમોના ભંગ સામાન્ય થઈ ગયો છે. ત્યારે રાજકીય પક્ષોની આ સત્તા લાલસા અનેક નાગરિકો માટે મુશ્કેલીરૂપ બની જાય તો નવાય નહીં. વોર્ડ નં-10માંથી અગાઉ ભાજપના વોર્ડ પ્રમુખ, પૂર્વ વોર્ડ પ્રમુખ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. ત્યારે ઉમેદવાર અને વોર્ડના નેતાઓના સંપર્કમાં આવેલા લોકોમાં હાલ ભયનો માહોલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો