વિદ્યાર્થીના કલાકો બગડતાં અસંતોષ:ભાજપનું સે-17ની લાઈબ્રેરીમાં ઘૂસીને સદસ્યતા અભિયાન

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ મને કમને કાર્યક્રમમાં ભાગ લીધો
  • શાંતિથી વાંચવા આવેલા વિદ્યાર્થીના કલાકો બગડતાં અસંતોષ

બહુચરાજીની સરકારી કોલેજમાં ઘૂસીને ભાજપ દ્વારા થયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમના પડઘા હજુ સમ્યા નથી ત્યાં ગાંધીનગરમાં પણ આ જ પ્રકારની ઘટના બની છે. જેમાં ભાજપના કાર્યકરોએ સેક્ટર-17ની સરકારી મધ્યસ્થ લાઈબ્રેરીમાં ઘૂસીને સદસ્યતા અભિયાન યોજી દીધું હતું. જેને પગલે વિદ્યાર્થીઓના કલાકો બગડ્યાં હતા. સરકારી મધ્યસ્થ લાઈબ્રેરી ખાતે શુક્રવારે શાંતિથી વાંચન કરતાં વિદ્યાર્થીઓના ખલેલ ત્યારે પહોંચી જ્યારે ભાજપના કેટલાક કાર્યકરો અંદર ઘૂસી આવ્યા હતા.

વિદ્યાર્થીઓ કઈ વિચારે તે પહેલાં જ મહાનગર ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરી દીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને મોબાઈલ એપ મારફતે ભાજપા સદસ્ય બનાવાયા હતા. જેમાં અનેક વિદ્યાર્થીઓએ મને-ક-મને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઘર કે હોસ્ટેલના ઘોંઘાટ વચ્ચે શાંતિથી વાંચન માટે સેક્ટર-17ની લાઈબ્રેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હોય છે. શાંતિથી વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓના કલાકો બગડતાં અનેક વિદ્યાર્થીઓએ આંતરિક રોષ જોવા મળ્યો હતો.

લાઈબ્રેરી તંત્ર પણ ચૂપ રહ્યું!
સામાન્ય રીતે લાઈબ્રેરીમાં થોડા પણ અવાજ થાય કે લોકો ભેગા થાય તો તાત્કાલિક લાઈબ્રેરીના જવાબદાર કર્મચારી-અધિકારીઓ ટકોર કરતાં હોય છે. જોકે શુક્રવારે ભાજપ યુવા મોરચાના કાર્યકરો લાઈબ્રેરીમાં ઘૂસ્યા, કાર્યક્રમ પણ કર્યો અને વિદ્યાર્થીઓના કલાકો બગાડ્યાં છતાં પણ લાઈબ્રેરી તંત્ર તરફથી કોઈ વાંધો ઉઠાવાયો હોય તેવું ધ્યાને આવ્યું નથી.

અંદરના કાર્યક્રમની જાણ નથી : યુવા મોરચા પ્રમુખ
સમગ્ર મુદ્દે મહાનગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ યુવરાજસિંહ ચાવડાને પૂછતાં તેઓએ કહ્યું હતું કે,‘ અમારા દ્વારા લાઈબ્રેરીની અંદર કોઈ કાર્યક્રમ કરાયો નથી. અમે ગેટની બહાર કાર્યક્રમ કર્યો હતો. કોઈએ અંદર કાર્યક્રમ કર્યો હોય તો મને ખબર નથી.

અન્ય સમાચારો પણ છે...