તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • BJP's Big Patidar Leader's Resignation Decided, Will Be Sent To Bengal; The Meeting At Kamalam Will Discuss Whether The Election Will Be Declared In Ten Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇકમાન્ડનો નિર્ણય:ભાજપના મોટા પાટીદાર નેતાની રુખસદ નક્કી, બંગાળ મોકલાશે; કમલમ પરની બેઠકમાં ચૂંટણી દસેક દિવસમાં જાહેર થશે તેની ચર્ચા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • હાઇકમાન્ડે ગુજરાત છોડવા કહી દીધું, પણ વ્યક્તિગત કારણે હજુ ગુજરાતમાં જ છે

ગુજરાત ભાજપના એક મોટા ગજાના પાટીદાર નેતાની ગુજરાતમાંથી રુખસદનો તખ્તો તૈયાર કરી દેવાયો છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેતાને હાઇ કમાન્ડે બંગાળમાં જવા જણાવી દીધું છે, પરંતુ આ નેતા વ્યક્તિગત કારણો આગળ ધરીને જવાનું ટાળી રહ્યાં છે. ભાજપના આ નેતા ગુજરાતમાં ભાજપની સરકાર, સંગઠન અને સંઘમાં ખૂબ મોટી પકડ ધરાવે છે. જો કે આ નેતાને ગુજરાત છોડવાની ઇચ્છા નથી. હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને તેમની બંગાળમાં બદલી અટકી ગઇ છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઇ જાય તે પછી આ નેતાને બંગાળ મોકલી દેવાશે.

ચૂંટણીની સમીક્ષા માટે એક બેઠક બોલાવી
મંગળવારે ભાજપ પ્રમુખ સી આર પાટીલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની સમીક્ષા માટે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાર્ટી સ્તરે ચર્ચા થઇ હતી કે આગામી દસેક દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો