કોંગ્રેસના ભાજપ પર પ્રહાર:રાજ્યમાં 70 બેઠકના સરવેથી ડરી ભાજપની કાર્યવાહી, આજે અમદાવાદમાં ઇડી કચેરી સામે ધરણાં

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઇડી દ્વારા તા. 13મી જુને હાજર રહેવાની નોટીસ ફટકારાઇ છે, તેના વિરોધમાં કોંગ્રેસે તા. 13મીએ સવારે 10 કલાકે અમદાવાદમાં ઇડી કચેરી સામે ધરણા કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ જગદૃીશ ઠાકોરે કહ્યું કે, ભાજપને ગુજરાતમાં 70 બેઠક મળે તેમ છે તેવા સર્વેથી ગભરાઇ ગઇ હોવાથી કોંગ્રેસના નેતાઓ પર કાર્યવાહી કરે છે. ઠાકોરને જવાબ આપતા સી.આર.પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસ ઇડીની કાર્યવાહીથી ગભરાઇ હોવાથી આ મુદ્દાને રાજકીય મદ્દો બનાવે છે.

બારડોલીથી મોટેરા સ્ટેડિયમનું નામ બદલવા નીકળેલી રેલીને પોલીસે રસ્તામાં અટકાવી કોંગ્રેસના ધારાસભ્યો આનંદ ચૌધરી અને અનંત પટેલની અટકાયત કરી છે. સરદારને માત્ર ચૂંટણીલક્ષી ઉપયોગ કરતી ભાજપે મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ કેમ બદલવામાં આવ્યું ? તેવો વેધક પ્રશ્ન ઠાકોરે કર્યો હતો. નોંધનીય છે કે સરદાર સન્માન સંકલ્પ યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ પાસના અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાની પણ અટકાયત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...