તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને આમંત્રણ:ગાંધીનગરનાં વાવોલમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રસિદ્ધિની લાયમાં માસ્ક વિના વોર્ડ નંબર-07ના ઉમેદવારો તેમજ કાર્યકરો કોરોનાનો આતંક ભૂલી ગયા
  • સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનાં કાયદાનું છડેચોક ચીરહરણ કરીને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપ્યું

ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા થેલેસમીયાં ગ્રસ્ત બાળકોને મદદ રૂપ થવાનાં આશયે ઠેર ઠેર શરૂ કરવામાં રકતદાન કેમ્પ અન્વયે આજે વાવોલ ગામમાં યોજવામાં આવેલા રક્ત દાન કેમ્પમાં વોર્ડ નંબર-07ના ઉમેદવારો તેમજ ઘણા કાર્યકરો કોરોનાનાં આતંકને ભૂલીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર કાયદાનું ચિર હરણ કરી કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતાં હોય તે રીતે નજરે પડ્યા હતા.

રાજયભરમાં કોરોનાની બીજી લહેરમાં મોતનું તાંડવ જોવા મળ્યું હતું. કોરોના મહામારીના પગલે રીતસરના લોકો ધ્રૂજી ઉઠયા હતા ગાંધીનગરમાં પણ કોરોનાની ઘાતકી લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. હાલમાં પણ નગરજનોનાં માનસપટ પર કોરોના છવાયેલો છે. ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેર શાંત પાડતાં કોરોના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે.

બીજી તરફ ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર સિવિલ મેડિકલ કૉલેજના સહયોગથી સેવા હી સંગઠન અંતર્ગત થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને મદદ રૂપ થવાના શુભ આશયથી મેઘા બ્લડ ડોનેશન કેમ્પ વિવિધ સ્થળે યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કોલવડા વાવોલ સમાવિષ્ટ વોર્ડ નંબર-07 ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર મોરચાના પ્રમુખ પ્રિયા પટેલ ઉપરાંત વોર્ડ નંબર-07નાં ઉમેદવાર શૈલેષ પટેલ તેમજ કિંજલ ઠાકોર સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થીત રહ્યા હતા. સ્વાભાવિક છે કે ભાજપનો મેઘા બ્લડ ડોનેશન કેમ્પ હોવાના નાતે સ્વૈચ્છિક રક્તદાતાઓ પણ મોટી સંખ્યામાં આવવા લાગ્યા હતા. સવારે શરૂ થયેલા કેમ્પમાં ધીમે ધીમે મેળાવડો જામતો ગયો હતો જેના કારણે બન્ને ઉમેદવારોને પોતાના વોર્ડ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં આવતા શેર લોહી ચડયું હતું.

ત્યારે થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને મદદ રૂપ થવાના ભાગરૂપે એકઠા થયેલા ભાજપના ઉમેદવારો સહિતના કાર્યકરો દ્વારા જ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનાં કાયદાનું છડેચોક ચીરહરણ કરીને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવતું હોય તેવો ઘાટ ઘડાયો હતો.

ભાજપના ઉમેદવારો તેમજ કાર્યકરો જ કોરોના ગાઈડ લાઈનને ભૂલીને ટોળે વળીને માસ્ક વિના જ ગહન ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે કોર્પોરેશનની ચુંટણીમાં રાજકીય ભીડ એકઠી કરીને ગાંધીનગરનો દાટ વાળી દેનાર ભાજપ દ્વારા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાના શુભ આશયે શરૂ કરવામાં આવેલા બ્લડ કેમ્પમાં તેમના જ ઉમેદવારો ઇતિહાસનું પુનરાવર્તન કરવાની દિશામાં કોવિડ નાં કાયદાનું ચિરહરણ કરતા નજરે પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...