​​​​​​​કાર્યક્રમ:ભાજપનો કાર્યકર લોકોના દુ:ખે દુ:ખી અને સુખે સુખી રહે છે: CM

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચિલોડા ખાતે ગાંધીનગર જિલ્લા ભાજપના સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. - Divya Bhaskar
ચિલોડા ખાતે ગાંધીનગર જિલ્લા ભાજપના સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી.
  • ચિલોડામાં જિલ્લા ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો
  • કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

ગાંધીનગર જિલ્લા ભાજપનો સ્નેહમિલન સમારોહ ચિલોડા પાસેના રિસોર્ટમાં યોજાયો હતો, જેમાં કલોલ, માણસા અને દહેગામ શહેરમાંથી વિવિધ સંપ્રદાયના સંતો-મહંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે આગવી કામગીરી કરનારા શિક્ષકો તથા જુદા જુદા ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વેને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે,‘ભાજપ એક પરિવાર છે, આપણો આ પરિવાર ચોક્કસ વિચારધારા સાથે જનજનની સુખાકારી માટે જાહેર જીવનમાં કાર્યરત છે. ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા લોકોની સતત વચ્ચે રહીને લોકોના દુ:ખે દુઃખી અને લોકોના સુખે સુખી રહે છે. કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રભારી ડૉ. હર્ષદ પટેલ, સાંસદ એચ. એસ. પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, શંભુજી ઠાકોર ઉપરાંત પ્રદેશ ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...