કાર્યક્રમ:PMના દીર્ઘાયુ માટે ભાજપ આજે નવચંડી યજ્ઞ કરશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈને ગાંધીનગરમહાનગર ભાજપા દ્વારા ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત 7 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. આજે શુક્રવારે સેક્ટર-2 સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે નરેન્દ્રભાઇ મોદીના જીવનવૃતાંત આધારિત પ્રદર્શન બપોરે સાડા બાર કલાકે ખુલ્લુ મુકાશે, જે આગામી ૫ દિવસ સુધી નિહાળી શકાશે.

આ સાથે આજે મહાનગર ભાજપા દ્વારા 11 સ્થળોએ બપોરે 2 કલાકે મેડિકલ કેમ્પ યોજાશે. જેમાં મહિલાઓને સર્વાઈકલ કેન્સરના આગોતરા નિદાન માટેનો ટેસ્ટ વિનામુલ્યે કરી આપવામાં આવશે. સ્વામીનારાયણ મંદિર સેક્ટર-2 ખાતે બાળ તંદુરસ્ત હરીફાઈ બપોરે 2 કલાકે યોજાશે. આ ઉપરાંત પેથાપુર નીલકંઠ વિલા ખાતે સવારે 8 કલાકે વડાપ્રધાનના આરોગ્યપ્રદ દીર્ઘાયુ માટે નવચંડી યજ્ઞ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...