તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચાર માટેની નવી સ્ટ્રેટેજી:કોરોનાથી ભાજપ જાહેર સભાઓ નહીં યોજે, સોશિયલ મીડિયાથી પ્રચાર કામગીરી કરશે

ગાંધીનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મનપા વિસ્તારમાં સંક્રમણ વધતાં ભાજપે પ્રચાર માટે નવી સ્ટ્રેટેજી કરવી પડી
 • સોસાયટીઓમાં ગ્રુપ મીટિંગ, ડોર-ટુ-ડોર પ્રચાર ઉપર ભાર મુકાશે : પ્રદેશ નેતાઓ કાર્યકરો સાથે સતત સંવાદ કરશે

ગાંધીનગર| ગાંધીનગર મહાનગરપાલિકામાં સતત વધતા કેસો વચ્ચે યોજાઇ રહેલી સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે સ્ટ્રેટેજી બદલવી પડી છે. ચૂંટણીના પ્રચારમાં જાહેર સભાઓ નહીં યોજવાનો નિર્ણય ભાજપે કર્યો છે. સોશિયલ મિડીયા મારફતે પ્રચારનો મારો ચલાવવા કાર્યકરોને તૈયાર કરવામાં આવ્યા છે. તમામ ઉમેદવારોને પણ સોશિયલ મિડીયાનો વ્યાપક ઉપયોગ કરવા અને તેમના સંપર્કો થકી પણ પ્રચાર કરવા તાલિમ અપાઇ રહી છે.

ભાજપના સૂત્રોએ કહ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે હજાર બે હજાર લોકોને એકત્ર કરીને યોજાતી જાહેર સભાઓ આ વખતે નહીં યોજવા માટે પ્રદેશ નેતાગીરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને કારણે હજારોની સંખ્યામાં લોકોને એકત્રિત કરવા યોગ્ય નહી હોવાનું ભાજપના નેતાઓને સમજાયુ છે. આ રીતે ભાજપ લોકોની ટીકાથી પણ બચવા માંગે છે. જેથી શક્ય હશે ત્યાં સુધી જાહેર સભાઓ નહીં થાય. હાલ પ્રભારી નેતાઓ રોજેરોજ કાર્યકર્તા સંમેલન યોજી રહ્યા છે.

ભાજપની પ્રચાર રણનીતિ મુજબ સૌપ્રથમ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે. ત્યારબાદ સોસાયટીઓમાં ગૃપ મીટીંગોનો દોર ચાલશે. જ્યાં જરૂર લાગશે ત્યાં પ્રદેશ નેતાઓ પણ ગૃપ બેઠકોમાં જોડાશે. તે પછી છેલ્લા 48 કલાકમાં ફરી ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવશે. પેજ પ્રમુખોને પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સાથે બુથ લેવલના કાર્યકરોને મતદારોનો સંપર્ક થઇ જાય તેની તકેદારી રાખવા કહેવાયું છે. ભાજપ સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કરશે. ખાસ સોફ્ટવેર મારફતે તમામ મતદારોનો ડેટાબેઝ તૈયાર કરી તેમના સુધી સોશિયલ મિડીયા દ્વારા પ્રચાર કરવા આઇટી ટીમ કામે લાગી છે.

સૌથી વધુ ભાર કાર્યકરોના ખભા ઉપર
ચૂંટણીમાં સૌથી વધુ ભાર કાર્યકરોના ખભા ઉપર છે. મોટા નેતાઓ જાહેર સભાઓ સંબોધવાના નહીં હોવાથી ઘરે ઘરે પહોંચવાની અને મતદારોનો સંપર્ક કરવાની મૂળભૂત જવાબદારી કાર્યકરોને સોંપવામાં આવી છે. પ્રભારી નેતાઓ રોજેરોજ કાર્યકરો સાથે બેઠક યોજી તેમની પાસેથી વિગતો મેળવશે અને તે પ્રમાણે સોગઠા ગોઠવશે.

સ્થાનિક નેતાઓને વોર્ડ દીઠ જવાબદારી સોંપાશે
ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને પ્રચારમાં આગળ કરાશે. ટિકીટ કપાતા નારાજ થયેલા નેતાઓને પણ પ્રદેશ કારોબારીમાં સમાવેશ કરીને મનાવવાનો પ્રયાસ કરાયો છે હવે તેમને ચૂંટણી પ્રચાર માટે જવાબદારી સોંપાશે. સ્થાનિક નેતાઓને તેમની ક્યા સમાજ, વિસ્તાર ઉપર પકડ છે તેની દ્રષ્ટિએ વોર્ડ સોંપવામાં આવશે. એક નેતાને એક વોર્ડની જવાબદારી સોંપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો