ચૂંટણી પ્રચાર:ભાજપ બીજા તબક્કાની 93 બેઠક પર 15 રાષ્ટ્રીય નેતાને પ્રચાર માટે એક સાથે ઉતારશે

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં એક સાથે 42 જાહેર સભા
  • કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી, સાંસદો પ્રચાર-પ્રસારમાં જોડાયા

ભાજપ દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠકો પર એક સાથે એક જ દિવસે 42 વિધાનસભાની બેઠકોને આવરી લેતી જાહેર સભા કર્યા પછી બીજા તબક્કાની 93 બેઠકો પર પ્રચાર કરવા માટે 22 નવેમ્બરે 15 રાષ્ટ્રીય નેતાઓ એક સાથે 42 વિધાનસભા બેઠકોને આવરી લેતી 42 જાહેર સભાઓ કરશે. આ 42 જાહેરસભામાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ખંભાત,થરાદ,ડીસા અને અમદાવાદના ન્યુ રાણીપમાં જાહેર સભાને સંબોધશે.

આ બાબતે જણાવતા ભાજપના રાષ્ટ્રીય પ્રવકત્તા સુધાશું ત્રિવેદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે આંતકવાદને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે, ભાજપે વિરોધ પક્ષ તરીકે અનેક વખત આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા પણ કોંગ્રેસે તે સમયે આતંકવાદ સામે મૌન ધારણ કર્યુ હતું.

કેન્દ્રમાં વર્ષ 2014માં ભાજપની સરકાર આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે આતંકવાદને નષ્ટ કરવા માટે કડક હાથે કાર્યવાહી કરી છે. પરિણામે સ્થિતિ એવી થઇ ગઇ છે કે,આતંકવાદના આક્કાઓ પણ ભારત સામે નજર ઉઠાવવાની હિંમત પણ કરી શકતા નથી. ત્રિવેદીના કહ્યા મુજબ બીજા તબક્કાની 93 બેઠકોને આવરી લેવા અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર,પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં સભા સંબોધશે. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા શહેરા, પાટણ, સિધ્ધપુર તેમજ નિકોલ બેઠક પર જનસભા સંબોધશે. કેન્દ્રિય મંત્રી જયરામ ઠાકુર વેજલપુર, નારણપુરામાં, કેન્દ્રિય મંત્રી અર્જૂન મેઘવાલ બોરસદ, દાણીલીમડા બેઠક પર, કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત વાવ, કાંકરેજ ગાંધીનગર ઉત્તર અને અસારવા ખાતે જનસભાને સંબોધશે.

કેન્દ્રિય મંત્રી અજય ભટ્ટ વાઘોડિયા, આણંદ, ઘાટલોડિયામાં પ્રચાર કરશે. કેન્દ્રિય મંત્રી હિંમત બિસ્વા શર્મા મોડાસા, નરોડા અને દરિયાપુરમાં સભાને સંબોધશે. દેવેન્દ્ર ફડનવીસ બાયડ, પ્રાંતિજ અને મણિનગરમાં જાહેર સભા સંબોધશે.કેન્દ્રિય મંત્રીઓ,વિવિધ રાજયના મુખ્યમંત્રીઓ, સાસંદો પ્રચારમાં જોડાશે.

93 બેઠકો પર આજથી ઘર ઘર પ્રચાર
ભાજપ દ્વારા બીજા તબક્કાની 93 બેઠક પર મંગળવારથી ઘર ઘર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવશે. આ માટેનો કાર્યક્રમ સોમવારે ભાજપે જાહેર કર્યો હતો. આ કાર્યક્રમ પ્રમાણે 25 જિલ્લાની 93 બેઠક પર રાષ્ટ્રીય નેતાઓ,સાંસદો,મંત્રીઓ સહિત સંગઠનના નેતાઓ બુથ બુથ ફરશે. આ ઉપરાંત ઘરે ઘરે જઇને ભાજપનો પ્રચાર કરશે.

અન્ય સમાચારો પણ છે...